તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી વધુ છૂટછાટ:મહેસાણા જિલ્લામાં આજથી બગીચા, રેસ્ટોરન્ટ, જિમનો પ્રારંભ, દુકાનો પણ સાત વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ છૂટછાટ મળતા લોકો અને વેપારીઓએ રાહત અનુભવી

સરકારની ગાઈડલાઈન પ્રમાણે જિલ્લાના 3 શહેરો માં તમામ દુકાનો,વાણિજ્ય, લારી ,ગલ્લાઓ,કોમ્પ્લેક્ષ, માર્કેટ યાર્ડ, હેર સલૂન, બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપાર સાથે સંકળાયેલા રોજગાર ધંધાઓ આજ થી ફરીથી સવારે 9 થી સાંજ ના 7 કલાક સુધી ધમધમતા રહેશે,જિલ્લા ના માં આવેલ હોટેલ રેસ્ટોરન્ટ ને પણ ખોલવાની છૂટ આપી છે જેમાં 50 ટકા ની ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈન સાથે હોટેલો માં બેસવાની પરવાનગી આપવામાં આવી છે તેમજ જિલ્લા માં આવેલ જિમ માં પણ 50 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈન મુજબ ફરી શરૂ થયા હતા.

બજારો ફરી ધમધમતા થયા
બજારો ફરી ધમધમતા થયા

મહેસાણા જિલ્લા માં આવેલ બાગ બગીચાઓ કોરના દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા હતા જે આજ થી ફરી તમામ બાગ બગીચાઓ ફરી શરૂ કરવામાં આવ્યા છે જેમાં સવાર ના 6 થી સાંજ ના 7 કલાક સુધી તમામ બાગ બગીચાઓ જનતા માટે ખોલવામા આવ્યા હતા.જિલ્લામાં યોજાતા લગ્નોમાં પણ 50 લોકોની પરમિશન આપવામાં આવી છે જેમાં લગ્ન માટે નોંધણી પણ કરાવવી પડશે.

આજ થી બાગ બગીચાઓ ખુલ્લા થયા
આજ થી બાગ બગીચાઓ ખુલ્લા થયા

તમામ પ્રકાર ના કાર્યક્રમો માં 50 ટકા ની મર્યાદાજિલ્લા માં છેલ્લા ઘણા સમય થી કોરોના મહામારી ના કારણે તમામ કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા હતા જે સરકાર ના આદેશ બાદ આજ થી રાજકીય, સામાજિક, ધાર્મિક, સંસ્કૃતિક કાર્યક્રમો માં 50 લોકો ની મંજૂરી આપવામાં આવી છે તેમજ આ કાર્યક્રમો દરમિયાન કોરોના ગાઈડલાઈન નું પણ પાલન કરવા જણાવ્યું હતું.

મંદિરો ફરી ભક્તો માટે થયા ખુલ્લા
મંદિરો ફરી ભક્તો માટે થયા ખુલ્લા

જિલ્લા માં હજુ પણ થિયેટરો,વોટરપાર્ક, સ્વીમીંગ પુલ બંધછેલ્લા એક વર્ષ થી કોરોના મહામારી ના કારણે થિયેટરો,વોટરપાર્ક, અને કોચિંગના વ્યવસાય જોડાયેલા લોકો ની હાલત કફોડી બની છે. જેમાં આ વ્યવસાયમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે જિલ્લા માં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એના માટે જિલ્લા માં ભરતા ગુજારી બજાર,શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો,શૈક્ષણિક કાર્યક્રમો,સિનેમા ઘરો,ઓડિટોરિયમ, હોલ,વોટરપાર્ક, મનોરંજન સ્થળ,સ્પા,સ્વિમિંગ પુલ હજુ પણ બંધ રહેશે.

વોટરપાર્ક હજુ પણ રહેશે બંધ
વોટરપાર્ક હજુ પણ રહેશે બંધ
અન્ય સમાચારો પણ છે...