દારૂની હેરાફેરી:મહેસાણા જિલ્લામાં રાજસ્થાનથી અંતરિયાળ ગામડાંમાં થઈ વિદેશી દારૂની હેરાફેરી પકડાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છઠીયારડા, કુકરવાડા પાસેથી રૂ.2.98 લાખના દારૂ સાથે 3 ઝબ્બે

રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી અલગ અલગ જગ્યાએ જઈ રહેલી 2 ગાડીને એલસીબીની ટીમે મહેસાણા તાલુકાના છઠીયારડા અને વિજાપુર તાલુકાના કુકરવાડા નજીકથી ઝડપી પાડી હતી. પોલીસે બંને જગ્યાએ થી રૂ.2.98 લાખના દારૂ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. 5 ને વોન્ટેડ બતાવ્યા છે.

આબુરોડથી દારૂ ભરીને કાર ગામડાઓમાં થઈ મહેસાણા આવી રહી હોવાની બાતમી આધારે એલસીબીએ છઠીયારડા નજીક વોચ ગોઠવી કાર (જીજે 18બીક્યુ 2624)માંથી રૂ.1.68 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ગાડી ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત રૂ.4.68 લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલક અને દારૂ ભરાવનાર દેવડા મહાવીરસિંહ ગણપતસિંહ (રહે. ગઢડા, તા.અમીરગઢ) સામે ગુનો નોંધ્યો છે.

અન્ય એક ઘટનામાં કાર (જીજે 01 કેવી 9670) અંબાજીથી દારૂનો જથ્થો ભરી ગાંધીનગર તરફ જઈ રહી છે અને જીજે 09 બીએચ 7902 નંબરની કાર એલસીબીએ કુકરવાડા યાર્ડ આગળ વોચ ગોઠવી હતી. જેમાંથી 1.31 લાખનો દારૂ જપ્ત કરી વસીમ હૈદરખાન પઠાણ (રહે. વિસનગર) અને દારૂ લઈને જઈ રહેલા જશવંતસિંહ બનુસિંહ વાઘેલા (રહે. સડોત્રા, તા.અમીરગઢ) તેમજ ચાવડા સિદ્ધરાજસિંહ ઉર્ફે કાળુ બહાદુરસિંહ (રહે. પઢારિયા, તા.મહેસાણા)ને ઝડપ્યા હતા. દારૂ ભરાવનાર આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ (આબુરોડ), ચિરાગ પ્રકાશચંદ્ર પંચોલી (રાજસ્થાન), આનંદસિંહ દીક્સાસર દેવડા (રાજસ્થાન) અને બોરભાઈ (વાસણીયા મહાદેવ)ને વોન્ટેડ બતાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...