તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:મહેસાણા જિલ્લામાં નકલી ડોકટરોનો રાફડો ફાટ્યો, એક અઠવાડિયાની અંદર 3 ઝડપાયા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના લોકોને આપતા હતા દવાઓ
  • નાના ગામડાઓમાં નકલી ડોકટરો કરી રહ્યાં છે લોકોના અરોગ્ય સાથે ચેડાં
  • હજુ પણ જિલ્લામાં કેટલાય બની બેઠેલા નકલી ડોકટરો યથાવત

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડમી ડોકટરોની સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં જિલ્લામાં હાલમાં કોરોના મહામારી દરમિયાન ડિગ્રી વગર બની બેઠેલા ડોકટરો અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસની અંદર ત્રણ જેટલા નકલી ડોકટરોને પોલીસે ઝડપી લીધા છે. જેમાં લાઘણજ, ખેરાલુ અને હવે બેચરાજી તાલુકાના આસજોલ ગામ થી વધુ એક નકલી ડોકટરને પોલીસે ઝડપી લીધો છે. જેમાં જિલ્લામાં આવા કેટલાય બની બેઠેલા ડોકટરોનો રાફડો ફાટ્યો હોય એમ લાગી રહ્યું છે.

બેચરાજીના આસજોલ ગામમાંથી નકલી તબીબ ઝડપાયો
બેચરાજી તાલુકાના આસજોલ ગામની અંદર પટેલ વાસમાં એક ઈસમ કોઈ પણ ડિગ્રી વિના દવાખાનું ખોલી લોકોને દવા આપતો હોવાની માહિતી બેચરાજી પોલીસને મળી હતી. જેથી બેચરાજી પોલીસ સ્ટાફ અને રાંતેજ પ્રાથમિક અરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર આ નકલી મુન્નાભાઈને ઝડપવા અને તેનો પર્દાફાશ કરવા માટે બેચરાજીના આસજોલ ગામમાં તપાસ અર્થે ગયા હતા.

ડોકટરે પોતાના દવાખાના પર કોઈ પ્રકારનું બોર્ડ માર્યું નહોતું
નકલી ડોકટરે મેડિકલ ઓફિસર અને પોલીસને કહ્યું કે હું પોતે ડોકટર છું. આમ મેડિકલ ઓફિસરે નકલી ડોકટરનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પટેલ બાબુભાઇ મધવલાલ જણાવ્યું હતું. ત્યારબાદ સરકારી ડોકટરે નકલી ડોકટર પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજિસ્ટ્રેશન વાળુ પ્રમાણ પત્ર માંગતા નકલી ડોકટર પાસે કોઈ પ્રકારનું ડિગ્રી કે પ્રમાણપત્ર ના હોવાથી તેમજ આ નકલી બની બેઠેલા ડોકટરે પોતાના દવાખાના પર કોઈ પ્રકારનું બોર્ડ માર્યું નહોતું.

બેચરાજી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
દર્દીઓને તપાસ કરી દવાઓ આપતો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરતા દવાખાનામાંથી એક સ્ટેથોસ્કોપ તેમજ બી.પી માપવાનું સ્પીગનોમેનોમીટર મળી આવ્યું હતું. તેમજ ટેબલના ખાનાઓમાંથી દર્દીઓને તપાસ કરવા માટે ના સાધનો અને દવાઓ મળી આવી હતી. જેથી પોલીસે કુલ રૂપિયા 54 હજાર 574 નો મુદ્દામાલ જપ્ત કરી ડોકટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ નકલી ડોકટર સામે બેચરાજી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...