ચૂંટણી:મહેસાણા જિલ્લામાં આજથી શાળાઓ સાથે શિક્ષકોની ચૂંટણી તાલીમ પણ શરૂ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા વિધાનસભામાં તા.10 ગુરુવારથી, કડી, ખેરાલુ, વિજાપુરમાં તા. 11મીથી અને ઊંઝા, વિસનગર, બહુચરાજીમાં તા.12મીથી પ્રિસાઇડીંગ, પોલિંગમાં શિક્ષકને તાલીમ

મહેસાણા જિલ્લામાં 21 દિવસના દિવાળી વેકેશન પછી તા. 10 ગુરુવારથી શાળાઓ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય માટે ખુલી રહી છે. ત્યાં બીજી તરફ સાત વિધાનસભાની ચૂંટણી હોઇ મતદાનમથકોએ પ્રિસાઇડીંગ અને પોલીસ ઓફિસરની ફરજમાં મૂકાનાર 90 ટકા શિક્ષકો ચૂંટણી કામગીરીની તાલીમ પાઠશાળામાં જોતરાશે. જિલ્લાકક્ષાએથી તમામ વિધાનસભાદિઠ પ્રિસાઇડીંગમાં મોટાભાગે શાળાઓના આચાર્ય અને પોલિંગ 1માં મોટાભાગે શિક્ષકોના ફરજના રેન્ડમાઇઝેશનથી ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. જેમાં 4350 કર્મચારીઓનો સમાવેશ છે. જ્યારે આ ઉપરાંત દરેક મતદાનમથક ઉપર બે મહિલા પોલિંગ કર્મીમાં શિક્ષિકાઓને ફરજમાં મૂકવાના ઓર્ડર તાલુકાકક્ષાએથી કરવામાં આવી રહ્યા છે. મોટાભાગના ઓર્ડર થઇ ગયા છે અને તેમની તાલીમનું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 6500 શિક્ષકો તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ, સરકારી શાળાઓમાં કુલ 3100 શિક્ષકો મળીને કુલ 9600 જેટલા શિક્ષકો છે. આ પૈકી 8080થી વધુ શિક્ષકોને ચૂંટણી ફરજમાં લેવાયા હોઇ તાલિમ કાર્યક્રમ સંબંધિત ફરજના શિક્ષકોને સ્થળ, સમય સાથે મોકલી દેવાયા છે. ત્યારે ખુલતી શાળાઓએ મોટાભાગે વર્ગખંડો શિક્ષક વગર ખાલીખમ રહેશે અને શિક્ષકો તાલીમમાં ચૂંટણી કામગીરીનું લેશન મેળવીને ફરજમાં વ્યસ્ત બનશે. મહેસાણા વિધાનસભા ચૂંટણીમાં ફરજ બજાવનાર રિઝર્વ સાથે 444 પ્રિસાઇડીંગ ઓફિસરની તાલિમ તા. 10 ગુરુવારે બપોરે 2થી સાંજે 5 દરમ્યાન યોજાનાર છે. તા. 11મીએ પોલિગ 1 ફરજના 451 કર્મચારીઓની તાલિમ યોજાશે. આજ રીતે વિધાનસભા દિઠ ચૂંટણી અધિકારી દ્વારા સૂચિત કરાયેલ સ્થળ, સમયે તા. 10થી તા. 12 સુધીમાં

​​​​​​​દરેક મતદાન મથકમાં 3732થી વધુ શિક્ષિકા મહેસાણા વિધાનસભા ચૂ઼ટણીમાં મહિલા પોલિંગ કર્મીઓની તાલિમ તા. 13મીએ આયોજીત કરાઇ છે. આ રીતે દરેક વિધાનસભા ચૂંટણી અધિકારી દ્વારા મહિલા પોલિંગ કર્મીઓને તાલીમનું આયોજન કરાયું છે. મહિલા પોલિંગ ફરજના આદેશ તાલુકા કક્ષાએથી કરવાના આવ્યા છે. જેમાં દરેક મતદાન મથક ઉપર બે-બે મહિલા પોલિંગ કર્મી રહેશે. એટલે જિલ્લામાં કુલ 1866 મતદાન મથકો હોઇ કુલ 3732 મહિલા પોલિંગ કર્મી ફરજમાં મૂકાશે. રિઝર્વમાં મહિલા પોલિંગ ફરજમાં રહેશે. પુરુષ કર્મચારીઓ પ્રમાણમાં ઓછા હોઇ ચૂ઼ટણી પંચના માર્ગદર્શન મુજબ બે પુરુષ અને બે મહિલા કર્મચારીઓને બુથ ફરજમાં લેવાયા હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું. શાળાઓના 90 ટકાથી વધુ શિક્ષકો હવે તબક્કાવારની ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેશે.

મહેસાણા જિલ્લામાં
પ્રિસાઇડીં, પોલિંગ 1ના કર્મચારીઓની તાલીમ, સ્થળના ચૂંટણી અધિકારી દ્વારા આદેશ કરાયા છે. જેમાં ખેરાલુ અને કડી વિધાનસભામાં તા. 11મીએ પ્રિસાઇડીંગ અને પોલિંગ કર્મચારીઓની તાલીમ યોજાશે. વિજાપુર વિધાનસભામાં તા. 11મીએ પ્રિસાઇડીંગ, તા. 12મીએ પોલીગ ઓફિસરની તાલીમ, ઊંઝા, વિસનગર અને બહુચરાજીમાં તા. 12મીએ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોની તાલિમ અલગ અલગ સમયે આયોજીત કરાઇ છે. જેમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોનો સમાવેશ થાય છે.
ફોર્મ ભરવા ઉમેદવાર સાથે
અને 21 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાના ભરેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. ઉલ્લેખનિય છે કે આ વખતે પણ તમામ સાત વિધાનસભા બેઠકોની મત ગણતરી મહેસાણા વિસનગર રોડ પર બાસણા ખાતે આવેલી મર્ચન્ટ કોલેજ કેમ્પસમાં રાખવામાં આવી છે. જેને લઇ ખાનગી માલિકી ધરાવતી આ જગ્યાને સંપાદન કરવાની કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.

અહીં ઉમેદવારી ફોર્મ સ્વીકારાશે

વિધાનસભા સ્થળ અધિકારી ખેરાલુ પ્રાન્ત અધિકારી કચેરી ખેરાલુ ( પ્રાન્તઅધિકારી) ઊંઝા મામલતદાર કચેરી, ઊંઝા નવું મકાન (જિલ્લા પુરવઠા અધિકારી) વિસનગર પ્રાન્ત અધિકારીની કચેરી, મામલતદાર કચેરી વિસનગર(પ્રાન્ત અધિકારી) બહુચરાજી ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-1ની કચેરી મહેસાણા, જિલ્લા સેવા સદન બ્લોક 3, ત્રીજોમાળ કડી પ્રાન્ત અધિકારીની કચેરી, કડી (પ્રાન્તઅધિકારી) મહેસાણા પ્રાન્ત અધિકારીની કચેરી, મહેસાણા બીજો માળ (પ્રાન્તઅધિકારી) વિજાપુર મામલતદાર ચેમ્બર, વિજાપુર (નાયબ જિલ્લા વિકાસ અધિકારી)

અન્ય સમાચારો પણ છે...