તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના બેકાબુ થયો, આજે કોરોના પોઝિટિવના નવા 65 કેસ આવ્યા

મહેસાણા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજ દિન સુધીમાં કોરોનાના 57014 સેમ્પલ લેવામાં આવ્યા
 • આજે શહેરી વિસ્તારોમાં 35 કેસ તો ગ્રામ્ય વિસ્તારોમાં 30 કોરોના પોઝિટિવ કેસ

મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર ગઈ કાલે જિલ્લામાં 85 કેસ સામે આવ્યા હતા. તો આજે 65 કેસ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 422 ને પાર

જિલ્લામાં આજ દિન સુધીમાં 57014 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 53316 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. તેમજ આજ રોજ 670 સેમ્પલનું રિજલ્ટ આવ્યું છે. જેમાં 625 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. અને 44 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. તથા અન્ય લેબમાં 21 કેસ એક્ટિવ જોવા મળ્યા હતા. જિલ્લામાં આજે 933 સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ આજે 65 કેસ સામે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અને આજે શહેરી વિસ્તારોમાં 35 કેસ તો ગ્રામ્ય વિસ્તારોમાં 30 કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 422 ને પાર પહોંચી ગઈ છે.

મહેસાણા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 22, વિસનગર 19, કડીમાં 12, વડનગર 3, ઊંઝા 1, વિજાપુર 5, ખેરાલુ, 1, જોટાણા 2 આમ જિલ્લામાં 65 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ તંત્રએ કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો