તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણમાં રાજકારણ:મહેસાણા જિલ્લામાં ભાજપના હોદેદારોના ઈશારે રસીકરણમાં તંત્ર વ્હાલા-દવલાની નીતિ કરતું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને રજૂઆત કરવામા આવી

કોરોના મહામારીના સમયમાં પણ ભાજપા અગ્રણીઓ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ ખાટવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મહેસાણામાં કોરોના રસીકરણમાં જનતાને પડતી અગવડો તેમજ ભાજપા દ્વારા અવ્યવસ્થા ઉભી કરી મુશ્કેલી સર્જવાનું કાર્ય કરાતું હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને લેખિત આવેદન સુપરત કરી, પારદર્શક વ્યવસ્થા ઉભી કરવા માગણી કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં હાલ રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, જે કેન્દ્ર પર 100 ડોઝ આપવાના હોય ત્યાં 250થી વધુ લોકો રાહ જોતાં હોય છે. આવી વ્યવસ્થાને કારણે કોરોના સંક્રમણ અટકવાને બદલે ફેલાય તેવી શક્યતા વધુ છે. ત્યારે તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવી ખૂબ જરૂરી છે.

ભાજપા હોદ્દેદારોના ઇશારે વ્હાલા દવલાની નિતીથી રસીકરણ કરાવી રહ્યું છે. ચોક્કસ ભાજપા હોદ્દેદારો પોતાની મનમાનીથી રસીકરણનું લીસ્ટ નક્કી કરે છે. તેમજ આરોગ્ય કર્મચારીઓ પણ ભાજપા હોદ્દેદારોનાં ઇશારે જ કામગીરી કરે છે. જેને પગલે સામાન્ય વ્યક્તિને રસી મળતી નથી. લોકોમાં આને કારણે નારાજ જેવા મુદ્દાઓ આજે કલેકટર સામે આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

કોરોનાની રસી ગુજરાત સરકાર આપે છે, નહીં કે ભારતીય જનતા પાર્ટી. આ વાત પબ્લિક હજી સમજી શકતી નથી. આવા સંજોગોમાં આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને લેખિત આવેદન સુપરત કરવામાં આવ્યુ હતું. તેમજ રસીકરણ કેન્દ્રો પરથી રાજકીય અગ્રણીઓને દૂર કરી, સામાન્ય નાગરીકોનું સરળતાથી રસીકરણ થાય તેવી પારદર્શક વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...