ભૂલકાઓનું સ્વાગત:મહેસાણા જિલ્લામાં બે વર્ષ બાદ નર્સરી આંગણવાડીમાં ભૂલકાંનો ખિલખીલાટ

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં બે વર્ષના સંઘર્ષ પછી સુની પડેલી આંગણવાડીઓ ગુરુવારથી બાળકોની કિલકારી ગુંજી ઉઠી છે.આંગણવાડીઓ અને પ્રી.પ્રાથમિક શાળાઓમાં પગરણ કરતાં 3 થી 6 વર્ષના ભૂલકાઓનું કુમકુમ તિલક, ફુલહાર, ચોકલેટથી સ્વાગત કરાયુ હતું.ભૂલકાઓ વૈવિધ્યસભર એકટીવટી અને રમતમગત સાથે કક્કો અને એબીસીડીના પાઢ ભણતા આંગણવાડી અને નર્સરી, જુનિયર અને સિનીયર કે.જી શાળાઓના રૂમમાં જોવા મળ્યા હતા.

મહેસાણા શહેરના ટી.બી રોડ સંધાપરા આંગણવાડીમાં પ્રથમ દિવસે આવતા બાળકોને તિલક કરી ચોકલેટ આપી સ્વાગત કરાયુ હતું,અહિયા બાળકોએ પ્રાર્થના કરી હતી અને જ્ઞાન સાથે ગમ્મતની પ્રવૃત્તિમાં રત થયા હતા.મહેસાણાના મોટીદાઉ ગામની આંગણવાડી કેન્દ્ર 2 સંકુલમાં ફુલોની સજાગત કરીને ભૂલકાઓનું સ્વાગત કરાયુ હતું.જગુદણ ગામના આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ફુલહારથી આવકારી રમકડાની રમત પ્રવૃત્તિઓમાં બાળકોનો હર્ષકિલ્લોર ગુંજારવ થયો હતો.વિજાપુર શહેરના આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓ રંગબેરંગી ગુબ્બારા સાથે આંગણવાડી પ્રવૃત્તિમય થયા હતા.

મહેસાણા જીલ્લાપંચાયત આઇ.સી.ડી.એસ સંચાલિત 1920 આંગણવાડી કેંદ્રોમાં 1761 આંગણવાડી કાર્યકર બહેનો તેમજ 1684 તેડાગર બહેનો ફરજ બજાવે છે.ગુરુવારે મહેસાણા જીલ્લાના તમામ આંગણવાડી કેંદ્રો 3 થી 6 વર્ષના 57496 બાળકો માટે ખુલ્યા હતા.જેમાં આંગણવાડીઓમાં પ્રથમ દિવસે આવતાં ભૂલકાઓનું ધામધુમથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...