• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana District, A Temporary Organization Has Been Formed For The Election Of 7 Assembly Seats, 26 Officials Will Be In The Organization.

મહેકમ મંજૂર:મહેસાણા જિલ્લામાં 7 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે હંગામી મહેકમ મજૂર કરાયું, 26 અધિકારીઓનું મહેકમ રહેશે

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલી સપ્ટેમ્બર 22થી 31મી જાન્યુઆરી 2023 સુધીના સમયગાળા માટે મહેકમ અને મંજૂરી આપી

મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકોની આગામી ચૂંટણી યોજવા માટે જરૂરી હંગામી મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે પહેલી સપ્ટેમ્બર 22થી 31મી જાન્યુઆરી 2023 સુધીના સમયગાળા માટે મહેકમ અને મંજૂરી આપી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ ખર્ચ મોનિટરિંગ સેલ ઉભો કરવા માટે પણ મહેકમ મંજૂરી આપી દીધી છે.

ચૂંટણીલક્ષી મહેકમનું 1લી સપ્ટેમ્બરથી અમલ કરવા સૂચના અપાય
આ સેલના મેકમને ચૂંટણી જાહેર થાય ત્યારથી 31મી જુલાઈ 2023 સુધીના સમયગાળા માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવા માટે કેટલાક મહિનાઓનો જ સમયગાળો બાકી રહેતા વહીવટી તંત્ર તરફથી પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જિલ્લા તાલુકા તેમજ રિટર્નિંગ ઓફિસર કચેરીઓમાં વધારાના કર્મચારીઓની જરૂરિયાત ઊભી થતી હોય છે, જે પરિણામે સામાન્ય વહીવટ વિભાગે ચૂંટણી લક્ષી કામગીરીને ધ્યાનમાં રાખી જરૂરી કર્મચારીઓ માટે હંગામી મેકમને મંજૂરી આપી દેવામાં આવી છે. ચૂંટણીલક્ષી મહેકમનું 1લી સપ્ટેમ્બરથી અમલ કરવા સૂચના અપાય છે

અન્ય સમાચારો પણ છે...