તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana District, A Review Meeting Was Held Under The Chairmanship Of The Minister Of Education Under "Maru Gaam Korona Mukt Gaam".

શિક્ષણમંત્રીની સમીક્ષા બેઠક:મહેસાણા જિલ્લામાં ICU 411 અને 1523 Non ICU મળી 1934 બેડ ઉપલબ્ધ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને ” મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત સમીક્ષા બેઠક મળી
  • જિલ્લાના 611 ગામડાઓમાં 2990 બેડ ઉભા કરાયા
  • જિલ્લામાં 59 ધનવંતરી રથ દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ

મહેસાણા જિલ્લા સરકીટ હાઉસ ખાતે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અન્વયે આજે એક બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાએ આ અભિયાનની આગેવાની લીધી છે. મહેસાણા જિલ્લામાં 611 ગામડાઓઓમાં 613 જેટલા કોવિડ સેન્ટરોમાં 2990 બેડ ઉભા કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં 73 જેટલી સરકારી, એમ.ઓયુ અને ખાનગી હોસ્પિટલો દ્વારા કોવિડની સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં 411 આઇ.સી.યુ, 1523 નોન આઇ.સી.યુ, મળી 1934 પથારીઓ ઉપલબ્ધ છે.

જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં 153 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના કોવિડ કેર સેન્ટરોમાં પ્લસ ઓક્સોમીટર, થર્મલ ગન, માસ્ક અને સેનીટાઇઝર, મેડીસીનમાં એજીથ્રોમાઇસીન 59,000, ફેમોટીડીન 2,50,000, વીટામીન સી 1,42,000, ઝીન્ક 3,67,500, લીવોસેટ્રીજીન 4,35,000 અને પેરાસીટામોલ 4,70,00નો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દરેક કોવિડ કેર સેન્ટરને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર સાથે રેફરલ હોસ્પિટલ સાથે લીન્કેજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક સેન્ટર ખાતે મેડીકલ સ્ટાફ દ્વારા ઓછામાં ઓછુ એક વખત મેડીકલ ચેકઅપ અને જરૂર જણાય તો 108ની રેફરલ સેવા પણ આપવામાં આવે છે. મહેસાણા જિલ્લા ના દરેક સીસીસી સેન્ટર પર દવાની 10 કીટ અને આશાદીઠ 05 કીટ આપવામાં આવી છે. તેમજ જિલ્લામાં 59 ડેડીકેટેડ ધનવંતરી રથ દ્વારા ખાસ સુવિધા આપવામાં આવી રહી છે.

રિકવરી રેટમાં મહેસાણા જિલ્લો મક્કમ બન્યો: ભુપેન્દ્ર સિંહ
​​​​​​​શિક્ષણ મંત્રીએ રસીકરણ બાબતે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર, 18 થી 44 વર્ષ, 45 થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ લોકોનું રસીકરણ કરાવી પ્રથમ અને બીજો ડોઝ મળી 4,89,570 રસીકરણ થયું છે. મહેસાણા જિલ્લામાં 3,77,947 એન્ટીજન અને રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓમાંથી 13,282 દર્દીઓને આરોગ્યની સુખાકારી સુવિધાને પગલે સ્વસ્થ થયા છે. મહેસાણા જિલ્લો રીકવરી રેટને વધારવા માટે મક્કમ બન્યો છે.

જિલ્લામાં 1711 આશા વર્કરો કાર્યરત
​​​​​​​મહેસાણા જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર, જનરલ હોસ્પિટલ મહેસાણા, 03 સબડિસ્ટ્રીક હોસ્પિટલ, 13 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 57 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 06 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 295 સબ સેન્ટરો સહિત 62 ખાનગી હોસ્પિટલો સહિત મેડીકલ કોલેજ વિસનગર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લામાં 112 મેડીકલ ઓફિસરો, 50 આયુષ, 1028 પેરા મેડીકલ સહિત 94 અર્બન આશા અને 1711 ગ્રામ્ય આશાબેનો કાર્યરત છે.

બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
​​​​​​​મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, ધારાસભ્ય,જિલ્લા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...