કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કડીના એક જ પરિવારના ત્રણ સહિત 7 નવા કેસ નોંધાયા

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં 4, મહેસાણા-2, વિસનગર માં 1 કેસ નોંધાયો

મહેસાણા જિલ્લામાં આજે જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા નવા માત્ર 3 કેસ જાહેર કરવામાં આવ્યા છે જોકે મહેસાણા જિલ્લામાં આજે નવા 7 કેસ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં કડી માં 4 ,મહેસાણા માં 2 અને વિસનગર માં 1 કેસ સામે આવ્યો છે.

કડી શહેર માં ધરતી સીટી ખાતે રહેતા પરિવારના 3 સભ્યોને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. જેમાં એક પિતા અને બે સગી બહેનો કોરોના પોઝિટિવ આવી છે. જેમાં બને બાળકીઓ ની ઉમર 7 હોવાનું સામે આવ્યું છે આ પરિવાર ને યુગાન્ડા જવાનું હોવાથી તેઓએ કડી ની ભાગ્યોદય હોસ્પિટલ 1 જાન્યુઆરી એ રિપોર્ટ કરાવ્યો હતો જ્યા આજે ત્રણેય નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હાલ માં ત્રણે તંદુરસ્ત હાલત માં હોવાનું સામે આવ્યું છે જોકે પરિવાર ની આવતી કાલે યુગાન્ડા જવાની ફ્લાઇટ પણ હતી.

ત્યારે કડી માં કરણનગર રોડ પર રહેતા 33 વર્ષ ના પુરુષ ને પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે જેમાં 31 ડિસેમ્બર એ કચ્છ રણોત્સવ થી યુવાન કડી પરત આવ્યો હત જ્યાં તાવ શરદી ની તકલીફ થતા તેણે કોવિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહેસાણા માં સોમનાથ રોડ પર રહેતા 50 વર્ષીય આધેડ અને ONGC નગર પાસે 31 વર્ષીય મહિલા અને વિસનગર ના કાંસા ગામમાં 64 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

મહત્વ નું છે કે જિલ્લા આરોગ્ય વિભાગે આજે માત્ર 3 કેસ જાહેર કર્યા છે ત્યારે કડી માં ચાર કોરોના પોઝિટિવ ના આંકડા જાહેર ન કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...