તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 16 કેસ સામે 62 દર્દી સ્વસ્થ થયા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જોટાણા,ખેરાલુ,વિજાપુર માં એક પણ કેસ નહિ

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો ગ્રાફ ઘટયો છે તેમજ દર્દીઓના ગ્રાફ વધ્યો છે.

આજે બેચરાજી ગામ માં 2 કેસ, જોટાણા 0, કડી સહેર માં 2 અને ખેરાલુ માં 0, મહેસાણા સહેર માં 5 અને ગ્રામ્ય માં 1, સતલાસણા મા 1, ઊંઝા 2 અને ગ્રામ્ય માં 1 , વડનગર 1 , વિજાપુર માં 0 અને વિસનગર 2 આમ જિલ્લા માં કુલ 16 પોઝીટીવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લા ના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 4 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે આ મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના કેસો માં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો નહિવત જોવા મળી રહ્યા છે. જિલ્લા માં 665 એક્ટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...