તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોના નવા 5 કેસ નોંધાયા, એકપણ દર્દી ડિસ્ચાર્જ નહીં

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 16 પર પહોંચ્યો

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિય થયા હતા જેમાં દિવસેને દિવસે કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી હતી જે બાદ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસમાં ઘટાડો નોંધતો રહ્યો છે. જ્યારે આજે મહેસાણા જિલ્લામાં 5 કેસ નોંધાયાં છે.

મહેસાણા જિલ્લામાં આજે નવા 5 કેસ નોંધાતાં એક્ટિવ કેસનો આંકડો 16 પર પહોંચ્યો છે. જિલ્લામાં આજે નવા 571 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગઈકાલે લીધેલા 560 સેમ્પલનું રિઝલ્ટ આજે આવ્યું હતું, જેમાં તમામ સેમ્પલનું રિજલ્ટ નેગેટિવ આવ્યું હતુ. જ્યારે અન્ય લેબ ખાતે લીધેલાં સેમપ્લ 5 સેમપ્લ પોઝિટિવ આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...