તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના 280 નવા કેસ સામે 494 દર્દીઓએ આપી કોરોનાને માત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોની સમકક્ષ ગ્રામ્ય વિસ્તારમાં હાલ વધુ કેસ

મહેસાણા જિલ્લા માં છેલ્લા કેટલાય દિવસ થી રોજ ના 400 થી વધુ કોરોના પોઝીટીવ કેસ માં વધારો જોવા મળી રહ્યો હતો જ્યારે આજે ઘણા દિવસો બાદ આજે જિલ્લા માં 280 પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર એ રાહત ના શ્વાસ લીધા હતા.

મહેસાણા જિલ્લા માં આજે નવા 280 પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લા માં એક્ટિવ કેસ ની સંખ્યા 5076 ને પાર પહોંચી ગઈ છે આજ રોજ 280 પોઝીટીવ કેસ ની સામે જિલ્લા માં એક સાથે 494 દર્દી કોરોના ને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. જિલ્લા માં ડિસ્ચાર્જ થવા નો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે પરંતુ હજુ પણ પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા માં ઘટાડો જોવા મળતો નથી

બેચરાજી ગ્રામ્ય માં 15, જોટાણા ગ્રામ્ય માં 11, કડી શહેર માં 24 અને ગ્રામ્ય માં 16 ,ખેરાલુ શહેર માં 9 અને ગ્રામ્ય માં 5,મહેસાણા સહેર માં 42 અને ગ્રામ્ય માં 15, સતલાસણા ગ્રામ્ય માં 8,ઊંઝા શહેર માં 6 અને ગ્રામ્ય માં 10, વડનગર શહેર માં 5 અને ગ્રામ્ય માં 20, વિજાપુર શહેર માં 3 અને ગ્રામ્ય માં 33, વિસનગર શહેર માં 23 અને ગ્રામ્ય માં 35, આમ જિલ્લા માં કુલ 280 પોઝીટીવ કેસ નોંધાયા

જિલ્લા આજે 1075 નવ સેમ્પલ લેવામાં આવ્યા છે અને શહેરી વિસ્તારો માં આજે 112 પોઝીટીવ દર્દી નોંધાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે નવા 168 પોઝીટીવ કેસ નોંધાયા છે જિલ્લા માં દિન પ્રતિ દિન ગામડાઓ માં કોરોના સંક્રમણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...