કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે કોરોના પોઝિટિવના નવા 41 કેસ નોંધાયા

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 135 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવનો ગ્રાફ ઘટ્યો છે. જેમાં આજે જિલ્લામાં નવા 41 કેસ નોંધાયા છે. તથા 135 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

મહેસાણા જિલ્લામાં આજે 551 સેમ્પલનું રિજલ્ટ આવ્યું છે. જેમાં 539 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. અને 12 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. તેમજ અન્ય લેબમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે જિલ્લામાં નવા 583 સેમ્પલ લવામાં આવ્યા છે. તેમજ આજે બેચરાજી ગામમાં 0 કેસ, જોટાણા 0, કડી શહેરમાં 1, ખેરાલુમાં 1 અને ગામમાં 1, મહેસાણા શહેરમાં 7 અને ગ્રામ્યમાં 10, સતલાસણામાં 2, ઊંઝા શહેરમાં 1 ગ્રામ્યમાં 1, વડનગર ગ્રામ્યમાં 3, વિજાપુરમાં 2 અને ગ્રામ્યમાં 7, વિસનગર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 આમ જિલ્લામાં કુલ 41 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ યથાવત્ હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં 1268 એક્ટિવ કેસ રહ્યાં છે. જેમાં આજે 135 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...