કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં નવા 377 કોરોના પોઝિટિવ કેસ આવ્યા, 543 દર્દી ડિસ્ચાર્જ કરાયા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુર તાલુકાના ગ્રામ્યમાં આજે સૌથી વધુ 60 કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી છે. જેમાં જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતો જોવા મળતો નથી. જેમાં જિલ્લામાં આજે નવા 377 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 5354ને પાર થઈ છે.

મહેસાણા શહેરી વિસ્તારોમાં આજે 79 અને ગ્રામ્યમાં 28, બેચરાજી ગ્રામ્યમાં 15, જોટાણા ગ્રામ્યમાં 19, ખેરાલુ શહેરમાં 6 અને ગ્રામ્યમાં 7, કડી શહેરમાં 15 અને ગ્રામ્યમાં 22, સતલાસણા ગ્રામ્યમાં 19, ઊંઝા શહેરમાં 9 અને ગ્રામ્યમાં 17, વડનગર શહેરમાં 4 અને ગ્રામ્યમાં 6, વિજાપુર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 60, વિસનગર શહેરમાં 38 અને ગ્રામ્યમાં 31 આમ આજે જિલ્લામાં કુલ 377 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ગામડાઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો

જિલ્લામાં આજે 1557 સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં આજ રોજ શહેરી વિસ્તારોમાં 153 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં 224 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

લેબ ખાતે 89 પોઝિટિવ કેસ નોંધાયેલા જોવા મળ્યા

જિલ્લામાં આજ દિન સુધીમાં 98761 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 85948 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જેમાં આજે 735 પૈકી 559 સેમ્પલનું રિજલ્ટ આવ્યું છે. તથા 271 સેમ્પલનું રિજલ્ટ નેગેટિવ છે. અને 288 ના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતાં. તેમજ અન્ય લેબ ખાતે 89 પોઝિટિવ કેસ નોંધાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...