તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોના બ્લાસ્ટ થતાં 30 કેસ સામે આવતા તંત્ર ચિંતિત બન્યું, ત્રણ દર્દી સાજા થયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસનગરમાં 10, કડી 4, ઊંઝા 1, વિજાપુર 2 કેસ સામે આવ્યા

મહેસાણા જિલ્લામાં ચૂંટણી બાદ કોરોનાએ પોતાની સ્પિડ પકડી છે. દિન પ્રતિ દિન કોરોનાના કેસોમાં જિલ્લામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે જિલ્લામાં એક સાથે 30 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચિંતિત બન્યું છે.

જિલ્લામાં આજ સુધી 53276 સેમ્પલ લેવાયા

મહેસાણા જિલ્લામાં આજે 384 સેમ્પલ લેવાયા હતા. તેમજ આજ રોજ 3 દર્દી સાજા થયા હતા. અને જિલ્લામાં 170 કોરોના કેસ એક્ટિવ જોવા મળી રહ્યાં છે. આજે અર્બન વિસ્તારમાં 22 કેસ સામે આવ્યા છે. તો રૂરલ વિસ્તારમાં 8 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં આજ સુધી 53276 સેમ્પલ લેવાયા છે જેમાં 50337 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.

બજારમાં ભીડ વધવાથી કોરોના કેસોમાં વધારો થવાની સંભાવના

મહેસાણા ગ્રામ્ય અને સીટીમાં આજે 13 કેસ સામે આવ્યા છે. જેમાં વિસનગરમાં 10, કડી 4, ઊંઝા 1, વિજાપુર 2 કેસ સામે આવ્યા છે. આમ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાની સાથે તંત્ર પણ દોડતું થયું છે. જોકે તહેવારો આવી રહ્યાં છે તો બજારોમાં પણ આ બે દિવસ ભીડ વધવાથી કોરોના કેસોમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો