કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે નવા 3 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે કેસ મહેસાણા અને એક કેસ ઊંઝા તાલુકામાં નોંધાયો

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય મેળાવડા અને સામાજિક પોગ્રામમાં લોકો કોરોના ગાઈડલાઈન ભૂલી હતી જેના કારણે મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ એકાએક વધતા હાલમાં જિલ્લામાં 9 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં આજે એક સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા માનવ આશ્રમ વિસ્તારમાં આજે 51 વર્ષીય પુરુષ અને ડેલા ગામ માં 32 વર્ષીય પુરુષ અને ઊંઝા શહેરમાં એક 51 વર્ષીય પુરુષ ને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ઊંઘ હરામ થઈ છે. જોકે સતત ચાર દિવસ થી જિલ્લા માં આ પ્રકારે ફરી એક વાર કોરોના એ માથું ઉચકતા એક ચિંતા નો વિષય બની ગયો છે.

જિલ્લામાં આજે નવા 3118 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના પરિણામ આવતી કાલે જાહેર થશે ત્યારે આજે એક દર્દી ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો ગઈ કાલે લીધેલા 381 સેમ્પલ ના પરિણામ આજે આવ્યા હતા જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા તેમજ અન્ય લેબ માં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...