નોંધપાત્ર કામગીરી:મહેસાણા જિલ્લામાં 15 થી 18 વર્ષના 27790 કિશોરોને પ્રથમ દિવસે રસી આપવામાં આવી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 30075ના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે 27790 લાભાર્થીઓને રસી આપવામાં આવી

મહેસાણા જિલ્લામાં આજે 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી બાળકો ઉત્સાહભેર રસીકરણ માં જોડાયા હતા. આજે પ્રથમ દિવસે 226 શાળાઓમાં 30 હજાર જેટલા બાળકનોને રસી આપવાનું આયોજન જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આજે 30 હજારના લક્ષ્યાંક સામે 27790 બાળકોએ રસી મુકાવી હતી.

જિલ્લામાં આજે 15 થી 18 વર્ષના બાળકો માટે 225 શાળાઓમાં રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બેચરાજી તાલુકામાં 1105ના લક્ષ્યાંક સામે 793, જોટાણા તાલુકામાં 1475 લક્ષ્યાંક સામે 951,કડી માં 3802ના લક્ષ્યાંક સામે 3751,ખેરાલુમાં 2371ના લક્ષ્યાંક સામે 2634,મહેસાણા માં 6365 લક્ષ્યાંક સામે 6483, સતલાસણા તાલુકામાં 1416 લક્ષ્યાંક સામે 1239 ,ઊંઝા માં 2186 લક્ષ્યાંક સામે 2613, વડનગર તાલુકામાં 2821 લક્ષ્યાંક સામે 1925, વિજાપુર માં 2787 લક્ષ્યાંક સામે 3342,વિસનગર માં 5747 લક્ષ્યાંક સામે 4056 મળી સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રથમ દિવસે 30075 ના લક્ષ્યાંક સામે 27790 બાળકો એ કોરોના વિરોધી રસી નો પ્રથમ ડોઝ મુકાવતા જિલ્લા માં 93% રસીકરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...