તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં 24 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા,એક્ટિવ કેસનો આંકડો 237 પર પહોંચ્યો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં આજ દિન સુધીમાં 54250 સેમ્પલ લેવામાં આવ્યા
 • આજે જિલ્લામાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે જિલ્લામાં 43 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ આજે 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 237 પર પહોંચ્યો છે.

આજ રોજ 376 સેમ્પલના પરિણામ આવ્યા

જિલ્લામાં ગત દિવસોમાં માંડ માંડ કોરોના સંક્રમણ ઘટ્યું હતું. પરંતુ ચૂંટણીઓ આવતાની સાથે જ સરકારે આપેલી છૂટ છાટ સરકારને જ મોંઘી પડી રહી છે એવું લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં આજ દિન સુધીમાં 54250 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 51539 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. તેમજ આજ રોજ 376 સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં 369 સેમ્પલના પરિણામ નેગેટિવ આવ્યા છે. અને 7 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. તથા ખાનગી લેબ ખાતે 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજે 121 સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ આજે જિલ્લામાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. અને આજે શહેરી વિસ્તારમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તથા ગ્રામ્ય વિસ્તારોમાં આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ મહેસાણા શહેર અને ગામડાઓમાં 8, વિસનગર 6, કડી 1, ઊંઝા 4, ખેરાલુ 1, સતલાસણા 1, વિજાપુર 3 આમ જિલ્લામાં આજે કુલ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો