તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana District, 235 Applications Have Been Approved In The Last Three Years Under Kunwarbai's Mameru Scheme, Rs. Assistance Of 12 Thousand

યોજનાનો લાભ:મહેસાણા જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 235 અરજીઓ મંજુર થઈ, કન્યા દીઠ રૂ. 12 હજારની સહાય

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષથી કન્યા દીઠ રૂ.12 હજારની સહાય અપાય છે, અગાઉ રૂ.10 હજારની સહાય આપાતી હતી

મહેસાણા જિલ્લામાં વસતા અનુસૂચિત જાતિની કન્યાઓ માટેની કુંવરબાઇનું મામેરું યોજનામાં એક વર્ષ દરમિયાન 80 અરજીઓ કચેરીને મળી હતી. જિલ્લામાં વર્ષ 2018થી 2021 સુધીમાં આ યોજના હેઠળ કુલ 263 અરજીઓ મળી હતી જે પૈકી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 235 અરજીઓને મજૂર કરવામાં આવી હતી.

કુંવરબાઇનું મામેરું યોજનામાં છેલ્લા એક વર્ષથી કન્યા દીઠ રૂ 12 હજાર સહાય આપવામાં આવે છે. જોકે, અગાઉ આ યોજના જેઠળ રૂ 10 હજારની સહાય આપવામાં આવતી હતી. જિલ્લામાં વર્ષ 2018થી 2021 સુધીમાં કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ કુલ 263 અરજીઓ મળી હતી જે પૈકી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા 235 અરજીઓ ને મજૂર કરવામાં આવી હતી. સમાજ કલ્યાણ વિભાગના અધિકારી રોહિત દ્વારા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2018-19 માં 83 અરજીઓ મળી હતી જે પૈકીની 64 મંજુર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...