તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મહેસાણા જિલ્લામાં 14 અધિકારીઓ પહેલીવાર ચૂંટણીની કામગીરી કરશે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત, રેવન્યુ સિવાયના ચૂંટણીની પ્રથમવાર કામગીરી કરનારા 14 સહિત 72 અધિકારીઓને વિશેષ તાલીમ અપાઇ

મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ, આચારસંહિતાના નોડલ અધિકારીઓ મળી 72 અધિકારીઓને ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાથી માંડીને મતદાન, મત ગણતરી સુધી કામગીરીમાં ધ્યાનમાં રાખવાના તમામ મુદ્દાસર રાજ્ય અને જિલ્લા કક્ષાના પ્રેઝન્ટેશન થકી તાલીમ આપવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા પંચાયત હોલમાં અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, કડી પ્રાંત અધિકારી કેતકીબેન વ્યાસ, ખેરાલુ પ્રાંત હેમંત ડોડિયા દ્વારા ચૂંટણીમાં નિમાયેલા આરઓ, એઆરઓ અને આચારસંહિતા અમલીકરણ અધિકારીઓને તાલીમ અપાઇ હતી. સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી બે સેશનમાં યોજાયેલી તાલીમ દરમિયાન પ્રશ્નોત્તરીમાં મૂંઝવતાં પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કોવિડની એસઓપી જાહેર કરાઇ છે, તેની અમલવારી કેવી રીતે કરવી, ઉમેદવારી પત્રો સ્વીકારતી વખતે, ફોર્મ ચકાસણી, મતદાન વખતે શું શું ધ્યાનમાં રાખવું તે અંગે ચૂંટણી કામગીરીની તાલીમ અપાઇ હતી. પંચાયત કે રેવન્યુ વિભાગના ન હોય અને ચૂંટણી કામગીરીનો પ્રથમવાર આ કક્ષાએ અનુભવ કરનારા 14 અધિકારીઓ પર વિશેષ ધ્યાન રાખીને તાલીમ અપાઇ હતી. વન ટુ વનમાં મૂંઝવતા પ્રશ્નોના જવાબોથી માર્ગદર્શિત કરાયા હોવાનું અધિક નિવાસી કલેકટરે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો