કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના વધુ 14 કેસ સામે આવ્યા, એક્ટિવ કેસની સંખ્યા 45 થઈ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા 2668 સેમ્પલ લેવામાં આવ્યા, સૌથી વધુ કેસ મહેસાણા તાલુકામાં નોંધાયા
  • છેલ્લાં બે દિવસમાં એકાએક પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાતા તંત્ર ચિંતિત

મહેસાણા જિલ્લામાં આજે ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. જિલ્લામાં આજે મંગળવારે નવા 14 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે, જો કે આજે એક દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં ગઈકાલે સોમવારે 12 કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર નવા 14 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં છેલ્લાં બે દિવસમાં એકાએક કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાતા તંત્ર ચિંતિત બન્યું છે.

આજે મહેસાણા સિટીમાં 7 અને ગ્રામ્યમાં 1 કેસ, વિસનગર સિટી અને ગ્રામ્યમાં મળી કુલ 2, બેચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1, વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 અને ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 45 પર આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...