તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપટેડ:મહેસાણા જિલ્લામાં આજે 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, જેમાં 15 દર્દી સાજા થયા છે

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં હજુ 143 કેસ એક્ટિવ જોવા મળી રહ્યાં છે

જિલ્લામાં આજે 14 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આજે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં આજે શહેરી વિસ્તારોમાં 7 કોરોના કેસ નોંધાયા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે 7 કોરોના કેસ સામે આવ્યા છે.

કડી એક, વિસનગર પાંચ , વિજાપુર બે, બેચરાજી એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો

શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણતો વધ્યું જ છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત કોરોના કેસ સામે આવી રહ્યાં છે. મહેસાણા વિસનગર રોડ પર ત્રણ કોરોના કેસ સામે આવ્યા છે. તેમજ મહેસાણાના પંચોટમાં એક અને રામોસના ગામમાં એક કેસ સામે આવ્યો છે. જિલ્લામાં આજે 14 પોઝિટિવ દર્દી સામે 15 દર્દી સાજા થયા છે. તેમજ આજે 330 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 330ના રિજલ્ટ પેન્ડિગ છે. જિલ્લામાં હજુ 143 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. તથા મહેસાણા જિલ્લામાં આજ દિન સુધીમાં 52892 સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો