• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana District, 13 Road Accident Cases Were Found On The Day Of Diwali, 68 Emergency Cases Were Found, Dhanteras 66 And Kali Chaudash 70 Cases Were Found.

108ની સરાહનીય કામગીરી:મહેસાણા જિલ્લામાં દિવાળીના દિવસે માર્ગ અકસ્માતના 13 મળી 68 ઈમરજન્સી કેસ, ધનતેરસના 66 અને કાળી ચૌદશના 70 કેસ મળ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જિલ્લામાં બીજી બાજુ માર્ગ અકસ્માત,મારામારી,શ્વાસ લેવામાં સમસ્યા,જેવી ઇમરજન્સી સેવાઓને પહોંચી વળવા મહેસાણા જિલ્લામાં 108 ટીમો ખડેપગે જોવા મળી રહી છે ત્યારે દિવાળીના તહેવાર પર જિલ્લામાં 108 ટીમને 68 જેટલા ઇમરજન્સી કેસ મળ્યા હતા જેમાં અકસ્માત,મારામારી,પ્રસુતિ જેવા કેસો 108 વિભાગમાં નોંધાયા હતા.

દિવાળીના દિવસે માર્ગ અકસ્માતના 13 કોલ મળ્યા
મહેસાણા જિલ્લા 108ના સુપરવાઇઝર જૈમીન ભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દિવાળી જેવા તહેવારોમાં નાની મોટી ઘટનાઓને પહોંચી વળવા મહેસાણા જિલ્લાની 108 ટીમો સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે.ત્યારે ધનતેરસથી લાભ પાંચમ સુધીના તહેવારો દરમિયાન અનિચ્છનીય બનાવોને પહોંચી વળવા 108 કર્મીઓ ખડેપગે છે. ત્યારે મહેસાણા જિલ્લામાં હાલમાં 19 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. ત્યારે દિવાળીના દિવસે 108 ટીમને જિલ્લાભરમાંથી 68 જેટલા ઈમરજન્સી કોલ મળ્યા હતા.જેમાં પેટમાં દુખાવાના 5,શ્વાસ લેવાની સમસ્યાના 6, પ્રસૂતાના 10,અકસ્માતના 13,મારામારીના 5 સહિત અન્ય મળી કુલ 68 ઇમરજન્સી કોલ મળ્યા હતા.

ધનતેરસ અને કાળી ચૌદસના દિવસે 136 થી વધુ ઈમરજન્સી કોલ મળ્યા
મહેસાણા જિલ્લાની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ધનતેરસ અને કાળી ચૌદસના આ બે દિવસ દરમિયાન કેસોમાં વધારો જોવા મળ્યો હતો જેમા બે દિવસ દરમિયાન 108 ટીમને 138 કોલ મળ્યા હતા.અને લોકોની મદદ કરી હતી જોકે 108 ની ટીમે આ દિવાળી તહેવાર પોતાના કામગીરીના સ્થળે જ રંગોળી બનાવી કામ કરવાના સ્થળ પર જ દીવા પ્રગટાવી દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...