કોરોના અપડેટ:મહેસાણાં જિલ્લામાં કોરોનાના આજે નવા 12 કેસ નોંધાયા, 48 દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 375 પર પહોંચ્યો

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે. છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવનો ગ્રાફ ઘટયો છે. તેમજ દર્દીઓના ડિસ્ચાર્જનો ગ્રાફ વધ્યો છે. જિલ્લામાં આજે 12 કેસ નવા નોંધાયા છે, જ્યારે 48 દર્દીએ કોરોનાને માત આપી છે.

જિલ્લામાં નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો આજે, કડીમાં 04 મહેસાણા શહેરમાં 03 અને ગ્રામ્યમાં 03, વડનગરમાં 01 અને વિજાપુરમાં 01 કેસ નોંધાતા આજે કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 04 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 08 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો નહિવત જોવા મળી રહ્યા છે. જિલ્લામાં 375 એક્ટિવ કેસ છે. જ્યારે આજે 48 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં આજે 785 સેમ્પલનું રિજલ્ટ આવ્યું જેમાં 775 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને 10 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જ્યારે આજે ખાનગી લેબમાં 02 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં નવા 800 સેમ્પલ લવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...