કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોના નવા 12 કેસ સામે આવ્યા, કડીમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે નવા 12 કેસ આવતાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 પર પહોંચી

મહેસાણા જિલ્લામાં આજે લાંબા સમય બાદ નવા 12 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાએ એકાએક ફરી માથું ઉચકતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે એકાએક કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા તંત્રની ઉંઘ ઉડી ગઇ છે.

આજે જિલ્લામાં નવા 12 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. જેમાં મહેસાણા શહેર અને તાલુકામાં 4 કેસ, વિસનગરમાં 5, બેચરાજી ગ્રામ્યમાં 1 અને કડીમાં 2 કેસ સામે આવ્યા છે.

કડીમાં યુગાન્ડા જવાનું હોવાથી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં ગઇકાલે પિતા અને બે સાત વર્ષની બાળકીઓ કોરોના પોઝિટિવ આવી હતી. જ્યારે આજે ફરી એજ ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવતા એક ઘરમાં 5 કેસ સામે આવ્યા છે.

12 કોરોના સંક્રમિતો
મહેસાણા : ધોબીઘાટ (62)(સ્ત્રી)
નાગલપુર (60) (સ્ત્રી)
પાલાવાસણા (23) (સ્ત્રી)
રાધનપુર રોડ (56) (પુ)
વિસનગર :
દરબાર ગઢ (03) (સ્ત્રી)
દરબાર ગઢ (34) (સ્ત્રી)
દરબાર ગઢ (34) (સ્રી)
દરબાર ગઢ (63) (પુ)
વિસનગર શહેર (38) (પુ)
કાંસા ચાર રસ્તા (18) (પુ)
બહુચરાજી :ઇન્દીરાનગર (26)
કડી :
ધરતીસિટી (59) (સ્ત્રી)
ધરતીસિટી (26) (પુ)

મહેસાણાના જાણિતા તબીબ કોરોનામાં સપડાયા
મહેસાણા શહેરના એક જાણિતા તબીબ કોરોનામાં સપડાયા છે. તબીબે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બિહારના પટણાથી ગુરુવારે મહેસાણા આવતાં તેમણે કોરોનાના કોઈ લક્ષણો નહીં હોવા છતાં થકાવટ અનુભવતાં હોઇ આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. કોઈ તકલીફ નહીં હોવાથી જાતે હોમ આઈસોલેટ થયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયેલ પાલનપુરનો યુવક સંક્રમિત
​​​​​​​બનાસકાંઠામાં સોમવારે વધુ એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં મહેશ્વરી કોલોનીમાં રહેતા 29 વર્ષિય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત આવ્યા પછી કોરોના સંક્રમિત થયો હતો. જેની સાથે કુલ 5 એકટિવ કેસ છે. સોમવારે એક દર્દી કોરોના મુકત થતાં રજા આપવામાં આવી હતી.

હિંમતનગરમાં 3 અને ખેડબ્રહ્માના વૃદ્ધા પોઝિટિવ
​​​​​​​સાબરકાંઠામાં હિંમતનગરમાં 3 અને ખેડબ્રહ્મામાં 1 મળી વધુ 4 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વિજયનગરના તબીબનો પુત્ર હિમાચલથી આવ્યા બાદ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...