મહેસાણા જિલ્લામાં અલગ અલગ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રીઢા ગુનેગારો જે જિલ્લામાં વિદેશી શરાબ,નશીલા પદાર્થ, ડ્રગ્સ પ્રિવેન્શન એકટ હેઠળ ગુનાઓને કાબુમાં લેવા માટે પાસા સહિતના શાસ્ત્રો ઉગામવાની ઘટના વધી છે. મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા તત્વો પાસાની સંખ્યાબંધ દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મજુર કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા અઢી વર્ષ દરમિયાન મહેસાણા જિલ્લામાંથી બુટલેગરો, માથાભારે શખ્સો અને કસાઈઓ મળી કુલ 105 અસામાજિક તત્વોને પાસ હેઠળ ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે ઝડરેલા આ તમામને કલેક્ટરના આદેશ મુજબ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને ભુજની જેલમાં આ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે.
વર્ષ 2019 માં માત્ર 20 શખ્સો ને જ પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા હતા જ્યારે કોરોના કાળ દરમિયાન લોક ડાઉન સમયે વિદેશી શરબનું સેવન વધતા બુટલેગરો સામે વ્યાપક ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી અને વર્ષ 2020 માં 56 શકશો સામે પાસા વોરન્ટ ની બજવણી કરવામાં આવી હતી જ્યારે વર્ષ 2021 માં 29 શખ્સો ને પાસા હેઠળ વિવિધ જેલો માં મોકલી આપવામા આવ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.