મહેસાણા જિલ્લામાં ચાઇનીઝ દોરીને લઇ જિલ્લા ભરની પોલીસ હાલના ચાઇનીઝ દોરીના વેપાર કરતા ઈસમો ને ઝડપવામાં લાગી છે ત્યારે છેલ્લા 25 દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં જાહેરનામા ભગ કરનાર 100 થી વધુ લોકો સામે અલગ અલગ પોલીસ મથકોમાં પોલીસે ગુન્હા નોંધી કાર્યવાહી કરી છે.
ઉતરાયણ ના તહેવારને પગલે અધિક જિલ્લા કલેકટરના જાહેરનામા બાદ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 દિવસમાં કુલ 100થી વધુ ગુન્હા નોંધી 2,500 ચાઈનીઝ દોરીના રીલ્સ ઝડપી પાડ્યા છે.રાજ્યમાં ઉતરાયણના તહેવારને પગલે સરકાર દ્વારા માનવજીવન અને પશુ પક્ષીઓના રક્ષણ માટે જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ 17મી ડિસેમ્બરે જાહેર કરેલા મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર ના જાહેરનામા અંતર્ગત મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇના દોરી,તૂક્લ ના વેચાણ સંગ્રહ મામલે શોધખોર કરી તપાસ કરતા છેલ્લા 25 દિવસમાં 100 થી વધુ ગુના નોંધી 2,500 ચાઇના દોરીના રિલ્સ કબ્જે કરી 100 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.