તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોના 03 કેસ નોંધાયા, 48 દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ પણ 255 કેસ એક્ટિવ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિય થયા હતા. જેમાં દિવસેને દિવસે કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદમાં જિલ્લામાં છેલ્લા વિસ દિવસથી કોરોના કેસોમાં ઘટાડો નોંધતો રહ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં 03 કેસ નોંધાતા તંત્ર અને નાગરિકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લામાં આજે નવા 794 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ 48 દર્દીઓએ આજે કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. તો આજે જિલ્લાના શહેરી વિસ્તારોમાં 02 અને ગ્રામ્ય વિસ્તારોમાં 01 કોરોનાનો કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં હજુ પણ 255 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે.

જિલ્લામાં આજ દિવસ સુધીમાં 1 લાખ 22 હજાર 898 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. જેમાંથી 1 લાખ 09 હજાર 485 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે લીધેલા 762 સેમ્પલનું રિજલ્ટ આજે આવ્યું હતું જેમાં 761 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...