ફરિયાદ:મહેસાણા સિવિલમાં આરોપીનો પોલીસ સામે આક્ષેપ કરી હોબાળો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જાહેરમાં ગાળો બોલતાં જેલમાં બંધ આરોપી સામે વધુ 1 ફરિયાદ
  • અલોડાની વિવાદિત જમીનન પ્રકરણમાં એટ્રોસીટી અને લૂંટના કેસમાં મહેસાણા જેલમાં બંધ આરોપીને સારવારમાં લવાયો હતો

મહેસાણા જેલમાં એટ્રોસિટી અને લૂંટના કેસમાં બંધ આરોપીએ સિવિલમાં પોલીસને જાહેરમાં ગાળો બોલી હોબાળો મચાવતાં પોલીસ દોડતી થઇ હતી. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકાના અલોડા ગામે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદિત જમીનમાં પોલીસ ચોપડે દાખલ થયેલ એટ્રોસીટી અને લૂંટના કેસમાં મહેસાણા જેલમાં બંધ અલોડાના ભરત મોતીભાઈ રબારીને શનિવારે સવારે મહેસાણા સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો. જ્યાં આરોપીએ જાહેરમાં પોલીસને ગાળો બોલી મરી જાઉં મરી જાઉંની બૂમો પાડતાં પોલીસ દોડતી થઇ હતી.

પોલીસ દ્વારા પોતાના સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ કરી પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરી સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવતાં બંદોબસ્ત માટે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે મામલો થાળે પાડીને હોબાળો મચાવનાર ભરત રબારી વિરુદ્ધ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એએસઆઇ જયંતિભાઈ મફાભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...