તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રકૃતિ પ્રેમી:મહેસાણા શહેરમાં સાંસદ શારદાબેન પટેલના હસ્તે વૃક્ષારોપણ અને વિતરણ કાર્યક્રમ યોજાયો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 150 વૃક્ષોનું વાવેતર તેમજ 1000થી વધારે જેટલા જુદા જુદા છોડનું વિતરણ કરવામાં આવ્યું

મહેસાણા શહેરમાં સાંસદ શારદાબેન પટેલના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. એપોલો ખાતે આ કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વૃક્ષો પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 150 વૃક્ષોનું વાવેતર તેમજ 1000થી વધારે જેટલા જુદા જુદા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા દોઢેક વર્ષથી વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું છે, ત્યારે પહેલી લહેર કરતા બીજી લહેરમાં ઓક્સિજન રૂપી નવી તકલીફનો સામનો કરવો પડ્યો છે. જેને લઇ વૃક્ષારોપણ પણ જરૂરી બન્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ કોરોનાના સંકટમાં ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ એક નાગરિક તરીકે હવે આપણી બધાની પણ ફરજ છે કે આપણાથી બને તેટલા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પ્રકૃતિ પ્રેમી અને જાગૃત સાંસદ શારદાબેન પટેલ દ્વારા આ માટે વૃક્ષારોપણનું આહવાહન કરવામાં આવ્યું છે અને દરેક સારા પ્રસંગે દરેક પરિવારે વૃક્ષ વાવવા જોઈએ અને તેને પરિવારના સભ્ય ની જેમ ઉછેરવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ ભોગીલાલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના શહેર તથા તાલુકા પ્રમુખ, મહામંત્રીઓ, મહિલા મોરચા પ્રમુખ અને હોદ્દેદારો, જિલ્લા-તાલુકા-શહેરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકના હસ્તે એક એક વૃક્ષ વાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...