• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana City, The Road building Department Has Not Allotted Only 48 Acres Of Land For 5 Years To Build Toilets Under Radhanpur Chokdi And Ramosana Bridge.

માંગણી:મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી અને રામોસણા બ્રિજ નીચે ટોયલેટ બનાવવા માર્ગ-મકાન વિભાગ 5 વર્ષથી ​માત્ર 48 ચોમી જમીન ફાળવતો નથી

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો માટે જરૂરી હોઇ એનઓસી આપવા પાલિકાએ વધુ એક પત્ર લખ્યો

મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી અને રામોસણા ચોકડી ઓવરબ્રિજ નીચે પે એન્ડ યુઝ શૌચાલય બનાવવા જરૂરી 48 ચોરસ મીટર જેટલી જગ્યા માર્ગ અને મકાન વિભાગ ફાળવતું નથી. એનઓસી આપવા નગરપાલિકા છેલ્લા 5 વર્ષથી પત્ર લખી રહી છે. તાજેતરમાં વધુ એકવાર પત્ર કર્યો છે. જેમાં લોકોની સગવડ માટે જાહેર શૌચાલય માટે જગ્યા ફાળવવા વિનંતી કરી છે.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત હેઠળ વર્ષ 2015થી પે એન્ડ યુઝ શૌચાલય 5 જગ્યાએ બનાવવા રૂ.5-5 લાખ મંજૂર થયેલા છે. જેમાં લાયન્સ હોસ્પિટલ ખાતે શૌચાલયની જરૂરિયાત ન હોઇ આ યોજનામાં ત્યાં બનાવાયું નથી. માનવ આશ્રમ અને સિવિલ હોસ્પિટલ ખાતે બનાવાયાં છે. જ્યારે હજુ લશ્કરી કૂવા રાધનપુર ચોકડી તેમજ રામોસણા ચોકડી પુલ નીચે બનાવવાનાં બાકી છે. તાજેતરમાં નગરપાલિકા દ્વારા આ બંને જગ્યાએ 12 બાય 4 ચોરસ મીટર જગ્યા ફાળવવા માર્ગ અને મકાન વિભાગમાં એનઓસી માંગી છે.

અહીં એસટી પીકઅપ સ્ટેન્ડ હોઇ મુસાફરોની અવરજવર રહે છે. આસપાસ કોઇ જાહેર શૌચાલય નથી, જેને લઇ લોકોને તકલીફ રહે છે. તેમજ ગમે ત્યાં બેસી જતાં ગંદકી થાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાથી શૌચાલયની કામગીરી શરૂ કરવાની હોઇ એનઓસી આપવા જણાવ્યું છે. નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જગ્યા હોઇ એનઓસી મળે તો જ શૌચાલય બની શકે. અગાઉ સિક્સલેન રોડ બનવાનો હોવાનું કારણ દર્શાવી એનઓસી અપાઇ નહોતી, હવે ફરી માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...