વિકાસ:મહેસાણા શહેરમાં રૂ. 8.07 કરોડના બાંધકામ, પાણી, વરસાદી લાઇનના 11 કામ થશે

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહેસાણા પાલિકા દ્વારા ટેન્ડર ખોલાયાં, બીકે ફુવારાનું રી ટેન્ડર કરાશે

મહેસાણા શહેરમાં વાર્ષિક ધોરણે પીવાના પાણીની લીકેજ લાઇન મરામત તેમજ બિલ્ડીંગ રિપેરિંગ સહિતના 6 કામોના ટેન્ડરોમાં એજન્સીના ભાવ અપસેટ વેલ્યુ કરતાં ઉંચા ખુલતાં એજન્સી સાથે નેગોસીએશન કરવું પડે તેવો ઘાટ સર્જાયો છે. જ્યારે 5 કામોના ટેન્ડરમાં અપસેટ વેલ્યુ કરતાં નીચા ભાવ આવ્યા છે.

નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચ, મ્યુનિસિપલ ફંડ, યુડીપી 78ની ગ્રાન્ટ, સ્વચ્છ ભારત મિશન વગેરે ગ્રાન્ટમાંથી રૂ. 8.07 કરોડના 11 કામોના ટેન્ડરો કરાયા હતા.જેમાં એજન્સીઓના આવેલા ભાવ પૈકી સૌથી નીચા ભાવની એજન્સીના ટેન્ડર અંગે નેગોસીએસન કરી આગામી કારોબારીમાં પરામર્શ કરી નિર્ણય લેવાશે. ઉપરાંત, બી.કે. ફુવારા રીનોવેશન રૂ. 28 લાખના ખર્ચે કરાવાના ટેન્ડરમાં માત્ર એક જ એજન્સીનું ટેન્ડર આવ્યું હોઇ રી ટેન્ડર કરાશે.

પહેલા ટેન્ડરમાં 15.35 ટકા ઉંચા ભાવ, રી-ટેન્ડરમાં 35.35 ટકા ઉંચા ભાવ
2 મહિના પહેલાં શહેરમાં પીવાના પાણીની લાઇન લીકેજ રિપેરિંગ અને નવી લાઇનનું અંદાજે રૂ.1.50 કરોડમાં વાર્ષિક ધોરણે કામ આપવા કરેલા ટેન્ડરમાં એજન્સીના અપસેટ કરતાં (15.35 ટકા વધુ) રૂ.1.73 કરોડ ભાવ આવ્યા હતા. જેથી રી ટેન્ડર કરતાં પહેલાંથી પણ વધુ (35.35 ટકા વધુ ભાવ) રૂ.2.03 કરોડ આવ્યા છે. જ્યારે ટીબી રોડ પર ટ્યુબવેલ બનાવવા અગાઉના ટેન્ડરમાં અપસેટ કરતાં 40.59 ટકા વધુ ભાવ હતા, જે રી ટેન્ડરમાં એક એજન્સીના 63.79 ટકા વધુ ભાવ આવ્યા છે. સૂત્રોએ કહ્યું કે, લોખંડ, પીવીસી, કોપર, ડીઝલ સહિતના ભાવ વધતાં તેની અસર ટેન્ડર ભાવમાં વર્તાઇ છે.

કામની અપસેટ કિંમત અને એજન્સીના સૌથી નીચા ભાવ

 • સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ ચોકડી ખારી નદી સુધી વરસાદી પાણી નિકાલની 3.30 કિમી લાઇનનું કામ અંદાજે રૂ.2.40 કરોડના ખર્ચે કરવાના ટેન્ડરમાં 5 પૈકી બે એલીજીબલ એજન્સીના ભાવ ખોલતાં 7.66 ટકા સૌથી નીચા ભાવ રૂ.2.21 કરોડ સર્જન ઇન્ફ્રાટેકના આવ્યા છે.
 • અવસર પાર્ટી પ્લોટથી રાધે એક્ઝોટીકા સુધી વરસાદી પાણી નિકાલની લાઇન કામ માટે પાલિકાની રૂ.49.45 લાખ અપસેટ વેલ્યુના ટેન્ડરમાં ત્રણ એજન્સી પૈકી એશિયન કન્સ્ટ્રક્શનના (14.71 ટકા સૌથી નીચા ભાવ) રૂ.42.17 લાખ આવ્યા છે.
 • પરાની ઓળોમાં અંદાજે રૂ.70.28 લાખના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોક બનાવવાના ટેન્ડરમાં 5 એજન્સી પૈકી (16.99 ટકા નીચા ભાવ) મયંકકુમાર પ્રજાપતિના રૂ. 58.34 લાખ આવ્યા છે.
 • રાવળ યોગી સમાજના સ્મશાનની અંદાજે રૂ. 48.31 લાખના ખર્ચે સંરક્ષણ દીવાલ બનાવવાના ટેન્ડરમાં 6 એજન્સી પૈકી એશિયન કન્સ્ટ્રકશનના (4.57 ટકા ઓછા) રૂ. 46.10 લાખ ભાવ આવ્યા છે.
 • પરા પમ્પિંગ પાસે સંરક્ષણ દીવાલ અંદાજે રૂ. 79.90 લાખના ખર્ચે બનાવવાના ટેન્ડરમાં 4 એજન્સી પૈકી ડીએસપી એજન્સીના (6.99 ટકા વધુ) કુલ રૂ.85.48 લાખ ભાવ આવ્યો છે.
 • શહેરમાં વાર્ષિક ધોરણે રોડ રિપેરિંગ માટે પાલિકાની અપસેટ કિંમત રૂ. 99.94 લાખના ટેન્ડરિંગમાં 4 એજન્સી પૈકી (36.11 ટકા નીચા ભાવ) કે.બી. વણઝારાના રૂ. 63.85 લાખ ભાવ આવ્યા છે.
 • ટીબી રોડ બગીચાનું અંદાજે રૂ. 47.62 લાખના ખર્ચે રીનોવેશન કરવાના ટેન્ડરમાં બે એજન્સી પૈકી એશિયન કન્સ્ટ્રક્શનના (8.51 ટકા વધુ) રૂ. 51.67 લાખ ભાવ આવ્યો છે.
 • પાલિકા હસ્તકના બિલ્ડિંગ વર્ક રિપેરિંગનો અંદાજે રૂ. 49.99 લાખમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટેના ટેન્ડરમાં ચાર એજન્સી પૈકી જનક કન્સ્ટ્રકશનના (16.49 ટકા વધુ) 58.24 લાખ ભાવ આવ્યો છે.
 • પાંચ ખેતર ડમ્પિંગ સાઇડ કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી રૂમ, ટોયલેટ બ્લોક વગેરે અંદાજે રૂ.3.34 કરોડના ખર્ચે કરવા ટેન્ડરમાં 5 એજન્સી પૈકી ડીએસપી એજન્સીના (1.79 ટકા વધુ) 3.40 કરોડ ભાવ ખૂલ્યા છે.
અન્ય સમાચારો પણ છે...