બેરોજદારીના દ્રશ્યો:મહેસાણા સીટી બસ સેવામાં ડ્રાઇવર-કંડકટરની 32 જગ્યા સામે 1600 ફોર્મ ભરાયા

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ગુરૂકૃપા એજન્સી હાથ ધરશે
  • મહિલા ઉમેદવારની પસંદગીને પ્રાથમિકતા અપાશે

મહેસાણા શહેરના નાગરિકો માટે સીટી બસ સેવાનું સપનું હવે સાકાર થઈ રહ્ય છે. ગણતરીના દિવસોમાં સીટી બસ સેવા શરૂ પણ કરી દેવામાં આવનાર છે. સીટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી દ્વારા શહેરના તોરણવાડી મંદિર ખાતે સીટી બસ માટે ડ્રાઈવર કંડકટરની ભરતી માટે આયોજન કર્યું હતું. જેમાં સીટી બસમાં નોકરી મેળવવા મોટી સંખ્યામાં ઉમેદવાર આવી પહોંચ્યા હતા.

ડ્રાઈવર અને કંડકટરની 16-16 જેટલી ભરતી કરવાની છે. ત્યારે તેની સામે 1600 જેટલા ઉમેદવાર નોકરી મેળવવા અરજી કરી હતી. તોરણવાડી માતા મંદિરમાં માત્ર 3 કલાકમાં 1600 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. હવે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ગુરૂકૃપા એજન્સી દ્વારા આગળ હાથ ધરવામાં આવશે. સીટી બસ સેવામાં ડ્રાઇવર કંડકટર માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારએ પણ ફોર્મ ભર્યા હતા.

સીટી બસ સેવામાં મહિલાઓને મુસાફરી મફત રખાઈ છે. તેમજ કોલેજ અને નોકરિયોમાં મહિલાઓ બસ સેવાનો વધુ ઉપયોગ કરતી હોય તેથી કંડકટર તરીકે મહિલા ઉમેદવારની પસંદગીને પ્રાથમિકતા અપાશે.