હાલાકી:મહેસાણા શહેરમાં સાંજે દોઢ ઇંચ વરસાદ પડતાં નિચાણના રસ્તાઓમાં પાણી ફરી વળ્યા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકમલ પેટ્રોલપંપ પાછળ - Divya Bhaskar
રાજકમલ પેટ્રોલપંપ પાછળ

|મહેસાણા શહેરમાં રવિવારે ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયેલા પાણી માંડ ઓસર્યા ત્યાં સોમવારે સાંજે ફરી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં ગોપીનાળાના રાધનપુર ચોકડીથી બસ સ્ટેશન તરફના નાળાના ભાગમાં પાણી ભરાઇ જતાં વાહન આવન જાવન બંધ થઇ હતી. બીજી તરફ અમરપરા રોડ, હીરાનગર, અરવિંદ બાગ રોડ સાઇડમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રામોસણા અંડરપાસમાં ફરી પાણી ભરાયા હતા. જોકે, નગરપાલિકાની ટીમ દ્વારા ગોપી નાળામાં ચાલુ વરસાદી મોટર ચાલુ કરી પમ્પિંગથી પાણી નિકાલ શરૂ કરાયો હતો.

માલગોડાઉન રોડ
માલગોડાઉન રોડ

રવિવારે વરસાદ બાદ શહેરના વિવિધ રોડમાં કાદવ કિચડ અને ગંદકી સર્જાતાં નગરપાલિકાના પદાધિકારીઓની સૂચનાથી સેનેટરી વિભાગની 15 ટીમો સોમવારે સવારથી સફાઇ ઝુંબેશમાં લાગી હતી. જેમાં જાહેર રોડ વિસ્તારોમાં સફાઇ કરાઇ હતી. કાદવનો નિકાલ કરાયો હતો. ગાંધીનગર લીંક રોડ પર નાંખેલી વરસાદી લાઇનના પુરાણનું રવિવારે વરસાદમાં ધોવાણ થયા પછી સર્જાયેલા ભૂવા બાંધકામ વિભાગ દ્વારા માટી રોડા નાંખી પુરાણ કરાયા હતા. જોકે, આ જ રોડમાં સોમવારે ગટરના ગંદા પાણી ઉભરાતાં અને વરસાદ પડતાં કાદવ થતાં રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલીઓ સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...