તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધજાગરા:મહેસાણામાં ભાજપની મહિલાઓ કોરોના ભૂલી સંમેલનમાં જોડાઈ, કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા

મહેસાણા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 11 મહિલા કાર્યકરો માસ્ક વિના અને 35 જેટલા સામજિક અંતર વિના જ જોવા મળ્યા

મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ છે. ત્યારે તાજેતરમાં પ્રેદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ બનેલા દીપિકા સરવડાને મહેસાણા બોલાવી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુરેખા પટેલે તમામ મહિલા કાર્યકરોને મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવી ભીડ ભેગી કરી હતી. જેમાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા તેવી તસવીરો વાઇરલ થઈ છે.

મહિલાઓ સામજિક અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવતા નજરે પડી

મહેસાણા ખાતે યોજાયેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડાનો મહેસાણા કમલમ ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઇ શુભેચ્છા મુલાકાત કરી હતી. જોકે આ શુભેચ્છા મુલાકાતમાં ભાજપના મહિલા કાર્યકરો અને હોદ્દેદારો કોરના ગાઈડ લાઇન ભૂલી સામજિક અંતરના અભાવ અને માસ્ક વિના ખુલ્લા મોઢે તસ્વીરમાં હોવા મળ્યા હતા. જેમાં 11 જેટલી મહિલાઓ માસ્ક વિના અને 35 જેટલી મહિલાઓ સામજિક અંતર જાળવ્યા વિના જ તસવીરમાં ફોટા પડાવતા નજરે પડી રહી છે.

સરકારની વાત ભાજપના જ લોકો નથી માનતા

એક તરફ રાજ્યમાં સરકાર દ્વારા કોરોનાના ભય વચ્ચે સામાન્ય લોકોને માસ્ક અને જમાવડો કરવા બદલ દંડ લેવમાં આવે છે. ત્યાં બીજી તરફ ભાજપના કાર્યકરો કોરોનાની ગાઈડલાઈન પડતી મૂકી પોતાના કાર્યક્રમો યોજી રહ્યા છે પરંતુ તેમને સમજવનાર કોઈ નથી જોકે વાત કરીએ મહેસાણા જિલ્લાની તો સામાન્ય પ્રજા નિયમોનું પાલન કરાવવાના નામે થતી કાર્યવાહીથી ત્રસ્ત બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો