માર્કેટયાર્ડમાં આવક:મહેસાણા APMCમાં એરંડા અને રાયડામાં દિવાળી પછી ભાવ ઉંચકાતાં આવક બમણી

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પછી રૂ.40 થી 50નો વધારો થઇને હાલ ભાવ સ્થિર છે
  • એરંડાના ભાવ રૂ.1460 અને રાયડાના રૂ.1250 સુધી પડી રહ્યા છે દોઢ મહિનામાં નવા માલની માર્કેટયાર્ડમાં આવક વધવાની આશા

એરંડા-રાયડા બજારમાં દિવાળી પછી રૂ.40 થી 50નો વધારો થઇને ભાવ સ્થિર રહેતાં દિવાળી પહેલાં કરતાં હવે મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડા અને રાયડાની આવક બમણી થઇ છે. ખેડૂતોએ સંગ્રહેલ એરંડા અને રાયડાનો જથ્થો માર્કેટયાર્ડમાં ઠલવાયો છે. નવા માલની આવક દોઢ મહિના પછી વધશે તેવું વેપારી સૂત્રોએ કહ્યું હતું.

મહેસાણા માર્કેટયાર્ડમાં દિવાળી પહેલા એરંડાના ભાવ રૂ. 1400 રહ્યા હતા. તહેવારની રજાઓ બાદ ખુલતા માર્કેટમાં એરંડાના ભાવ વધીને 1450 થી 1460ની સપાટીએ આવીને છેલ્લા અઠવાડીયાથી જળવાઇ રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા એરંડાની રોજ 500 બોરી આવક રહેતી, જે હાલ 700 થી 800 બોરી આવક થઇ રહી છે.

જ્યારે રાયડાના ભાવ રૂ. 1200 થી વધીને રૂ. 1250 થતાં રાયડાની 200 બોરીની આવક અઠવાડીયાથી રોજ 500 બોરીથી યાર્ડમાં આવી રહી છે. વેપારી મુકેશભાઇ મોદીએ કહ્યુ કે, ગુજરાતમાં હાલ રોજ એરંડાની 25 હજાર બોરીની આવક છે. દિવાળી પછી ભાવ વધતાં સ્ટોકીસ્ટોએ માલ છુટો કર્યો છે.હજુ નવો ક્રોપ શરૂ જ થયો છે પણ દોઢ મહિનામાં નવા માલની યાર્ડમાં આવક વધશે.

અન્ય સમાચારો પણ છે...