સોમવારના રોજ આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મહેસાણા આવી રહ્યા હોઇ તે પૂર્વે રવિવારે મોડી રાત્રે કેજરીવાલને પ્રશ્ન પૂછતા બેનર લગાવનાર યુવાન પર 4 યુવાનોએ હુમલો કરી માર મારતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
અપશબ્દો બોલી કટર જેવી ધારદાર વસ્તુથી મારવાનો પ્રયાસ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સોમવારના રોજ મહેસાણા ખાતે રેલી અને સભા હોઇ તે પૂર્વે રવિવારે મોડી રાત્રે મહેસાણાના મોઢેરા ચાર રસ્તા નજીક અમદાવાદનો જયદેવ ચીમનલાલ બારોટ અને તેનો મિત્ર ગીરીશ વાસુદેવભાઈ પહેલાની એજન્સીના માણસો સાથે અરવિંદ કેજરીવાલને પ્રશ્નો પૂછતાં બેનર લગાવી રહ્યા હતા. ત્યારે ઇકો ગાડી લઈને તેમજ એક્ટિવા પર આવેલા માણસોએ તમે કેમ બેનર લગાવો છો કહી અપશબ્દો બોલી ધોકા વડે માર માર્યો હતો. તે પૈકી ભગત નામના વ્યક્તિએ તેની પાસે રહેલ કટર જેવી ધારદાર વસ્તુથી મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ મારામારીમાં જયદેવભાઈને ગળા, પેટ અને પીઠના ભાગે ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
પોલીસે ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી
આ બનાવ અંગે તેમણે પોતાની સાથે મારામારી કરનાર ભગત, દરબાર, મહાદેવ અને આશિષ પટેલ નામના 4 વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.