તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર યુવક સુરતથી ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલ આરોપી કરણ રાવળ - Divya Bhaskar
ઝડપાયેલ આરોપી કરણ રાવળ
  • સગીરાનું અપહરણ કરી ફરાર થતા ફરિયાદ નોંધાઈ હતી

મહેસાણા જિલ્લા માં છેલ્લા કેટલાક દિવસો થી યુવતીઓ ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બહાને ભગાડી જવાની ઘટનાનો દિન પ્રતિદિન વધી રહી છે. જેમાં જિલ્લામાં પોલીસ ની સલગ અલગ ટિમો દ્વારા આવા આરોપીઓ ને શોધી કાઢી યુવતીઓ ને આરોપીઓ ના કબ્જા માંથી છોડાવી પરિવાર ને સોંપવાની કામગીરી કરવામાં સફળતા મળી રહી છે.

મહેસાણા શહેર માં થોડા દિવસ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જવાની ઘટના બની હતી જે મામલે સગીરાના પરિવારજનોએ 17 જૂનના રોજ મહેસાણા A ડિવિઝન પોલીસ મથક માં મહેસાણા ના ગણેશ નગર ની બાજુમાં રહેતા કરણ રાવળ નામના યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણના ગુન્હામાં ભાગેલા આરોપીને ઝડપવા મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટીમે ફરાર આરોપી ને શોધવા કવાયાત હાથ ધરી હતી. જેમાં મહેસાણા SOG પોલીસે આ આરોપી ને ઝડપવા કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો આધારે તપાસ શરૂ કરી હતી.

પોલીસ ને ખાનગી રાહે માહિતી મળી હતી કે થોડા દિવસ અગાઉ લગ્ન ની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો ફરાર આરોપી રાવળ કરણ મહેશભાઈ જે મહેસાણા ના ઋષિનગર પાસે આવેલ સોસાયટી માં રહેનાર છે અને હાલ સુરત હોવાની પોલીસ ને બાતમી મળી હતી. જેથી બાતમી આધારે પોલીસે આરોપી કરણ રાવળ ને સુરત ના કામરેજ ખાતે જઈને આ આરોપી ને ઝડપી લીધો હતો તેમજ વધુ કાર્યવાહી માટે મહેસાણા A ડિવિઝન પોલીસ મથક માં સોંપવામાં આવ્યો હતો.

આમ મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સ્ટાફ દ્વારા સગીરવયની યુવતીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી યુવતીને શોધી કાઢી પોલીસ ને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...