પ્રેમ પ્રકરણમાં હુમલો:મહેસાણામાં પરસ્ત્રી સાથે આડા સંબંધની અદાવતમાં ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કર્યો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશ્યલ મીડિયામાં પરિણીતાના ફોટા અપલોડ કરતા યુવકને માર માર્યો
  • ત્રણ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

મહેસાણા શહેરના ધોબીઘાટ નજીક પરસ્ત્રી સાથે આડા સંબંધની અદાવતમાં એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા સહિત ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતા સાથે પ્રેમ પ્રકરણમાં યુવાન પર હુમલો
​​​​​​​મહેસાણાની ઉંડીફળી ઠાકોરવાસમાં રહેતો વિરસંગ દિવાનજી ઠાકોર નામના 22 વર્ષીય યુવકને એક ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેણે સોશ્યલ મીડિયામાં બે ત્રણ દિવસ પહેલા તેણીનો ફોટો અપલોડ કર્યો હતો. આ દરમિયાન નોકરીએ જઈને રાત્રે શહેરના ધોબીઘાટ પાસે તે બેઠો હતો. ત્યારે યુવતી સાથેના પ્રેમ સંબંધની અદાવત રાખીને મહોલ્લામાં જ રહેતા જયંતી બાદરજી ઠાકોર, હંસાબેન અને ટીનાજી ઠાકરે આવી અને આ યુવક પર હુમલો કર્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...