તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્કની બબાલ:મહેસાણામાં વેપારીએ પોલીસ સાથે ગાળાગાળી કરી, માસ્ક ના પહેરવા મામલે ફરિયાદ થઇ

મહેસાણા11 દિવસ પહેલા
 • પોલીસ સામે ગેરવર્તણૂકનો વીડિયો વાઇરલ
 • માસ્ક બાબતે કાર્યવાહી કરતી પોલીસ સામે દુકાનદારે કરી ગાળાગાળી

મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાનો પગ પસેરો થઈ ચૂક્યો છે. જેથી હાલમાં આ કોરોના સંક્રમણને રોકવાના પ્રયત્નો પોલીસ અને તંત્ર કરી રહ્યું છે. એવામાં મહેસાણા શહેરમાં માસ્ક મામલે વેપારીને દંડ કરવા પહોંચેલી પોલીસ સામે ગાળાગાળી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મહેસાણા શહેરમાં આજ રોજ બિલાડી બાગ પાસે આવેલ જીઇબીની પાસે અનુપ આરકેડ નામના માર્કેટમાં પવન સ્ટોરના મલિક દ્વારા માસ્ક નહોતુ પહેર્યું. જે મામલે પોલીસે માસ્ક ના પહેરતા વેપારીને દંડ કર્યો હતો. જેથી પવન સ્ટોરના મલિક સામે માસ્ક નહીં પહેરવા બાબતે કાર્યવાહી કરવા પહોંચેલા પોલીસ કર્મીઓને વેપારીએ અપશબ્દો બોલતો વીડિયો વાઇરલ થયો હતો.

ત્યારબાદ એ ડીવીઝન પોલીસે પવન પ્રોવિજન સ્ટોરના મલિક સામે ફરિયાદ નોંધી હતી. જેમાં એપેડેમીક એક્ટ તેમજ જાહેરનામાં ભંગ અને પોલીસ સામે અશોભનિય વર્તનના મામલે પોલીસે વેપારી સામે ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો