• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana, A Sister Lodged A Police Complaint Against A Drug Addicted Brother, Who Had A Dispute With The Family After Getting Drunk

નશાખોર ભાઈ સામે પોલીસ ફરિયાદ:મહેસાણામાં નશાખોર ભાઈ સામે બહેને નોંધાવી પોલીસ ફરિયાદ, નશો કરીને પરિવાર સાથે કરી હતી તકરાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નશો કરીને પરિવાર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો
  • નશાખોર યુવાનની નાની બહેને મહેસાણા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી

મહેસાણા શહેરમાં હાલમાં દિવાળીનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી બાજુ દિવાળીના તહેવારોમાં શહેરના વિવિધ સ્થળે દેશી દારૂના અડ્ડા પણ ધમધમી રહ્યા છે. ત્યારે શહેરમાં સોમનાથ રોડ પાસે આવેલા ફ્લેટમાં એક યુવક દારૂ પીને પોતાના ઘરે આવ્યો હતો. બાદમાં તેણે પરિવાર સાથે ગાળાગાળી કરી તકરાર કરી હતી. જો કે તેની જ બહેને પોલીસ મથકમાં પોતાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા શહેરમાં આવેલા સોમનાથ રોડ પર હિમાદ્રી ફ્લેટમાં રહેતો યુવાન તહેવારોના સમયમાં પોતાના ઘરે દારૂનો નશો કરીને આવ્યો હતો. બાદમાં આ યુવકે પોતાના ઘરે જઈ પરિવાર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેના લીધે નશો કરીને આવેલા યુવાનની નાની બહેને મહેસાણા પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ દોડી આવી હતી. નાની બહેને પોતાના મોટા ભાઈ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...