મહેસાણા શહેરના ટીબી રોડ પર વર્ષ 1985માં ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ નગરપાલિકાને વાણિજ્ય હેતુ માટે મળેલો પ્લોટ 37 વર્ષ બાદ હવે ડેવલપ થવાના દ્વાર ખુલ્યા છે. રૂ.3.98 કરોડના ખર્ચે અહીં અદ્યતન મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર બનાવાશે. તાજેતરમાં શોપિંગ સેન્ટર માટે આવેલા એજન્સીના ભાવ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે વર્કઓર્ડર આપ્યેથી 18 મહિનામાં પાલિકાનું આ કોમર્શિયલ શોપિંગ સેન્ટર તૈયાર થઇ જશે.
શહેરની ટીપી સ્કીમ-2માં ફાઇનલ પ્લોટ નં.16 વાણિજ્ય હેતુ માટે રિઝર્વેશનમાં નગરપાલિકાને મળ્યો હતો. જોકે, ત્યાર પછી કેટલાક કોર્ટ વિવાદો અને પછી મંદગતિએ ટીપી ડેવલપમાં રિઝર્વેશન પ્લોટ 37 વર્ષ સુધી ડેવલપ થયા વગર પડી રહ્યો હતો. ચાલુ વર્ષે સત્તાધિશો દ્વારા ટીપીમાં રિઝર્વ પ્લોટ ડેવલપમેન્ટ આગળ વધારી પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી હવે પ્લોટ વાણિજ્ય હેતુ માટે ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં કારોબારી સમિતિમાં એજન્સીના ભાવને મંજૂરીની મહોર મળતાં હવે એકાદ અઠવાડિયામાં વર્કઓર્ડર પછી પ્લોટમાં શોપિંગ સેન્ટર માટે બાંધકામ શરૂ થશે અને 18 મહિનામાં ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળના શોપિંગમાં 27 દુકાન અને 4 હોલ લીફ્ટની સુવિધા સાથે તૈયાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.