દુષ્કર્મનો પ્રયાસ:મહેસાણામાં રાત્રે ઘરના ધાબા પર સુઇ રહેલી સગીરાની છેડતી, સગીરા જાગી જતા શખ્સે ધમકી આપી

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી પાડોશી શખ્સ ફરાર થઇ ગયો

મહેસાણા જિલ્લામાં અવારનવાર કિશોરીઓને હેરાન પરેશાન કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી એક ઘટના મહેસાણા સિટીમાં બની છે. જ્યાં રાત્રી દરમિયાન એક કિશોરીને તેના પાડોશમાં રહેતા ઇસમે છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.

રાત્રે એક વાગ્યે છેડતી

મહેસાણા શહેરમાં આવેલી એક સોસાયટીમાં ગઈકાલે રાત્રી દરમિયાન એક 13 વર્ષની કિશોરી પોતાના ધાબા પર સુઈ રહી હતી. એ દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન પાડોશમાં રહેતો શખ્સ ધાબા પર જાઇ સુઈ રહેલી કિશોરીના શરીરે અડપલા કર્યા હતા.

પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

બાદમાં કિશોરી જાગી જતા તેણે વિરોધ કર્યો હતો, જ્યાં છેડતી કરવા આવેલા શખ્સે કિશોરીને આ વાતની જાણ કોઈને ન કરવા અને તેણે અને તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધકીઓ આપી છેડતી કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો .

સમગ્ર મામલે કિશોરીએ બાદમાં પોતાના પરિવારને જાણ કરતા છેડતી કરનાર આરોપી વિરુદ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં કલમ 354(ક),506 થતા પોસ્કો એકટ ક.12 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...