ઝુંબેશ:મહેસાણામાં રાત્રે પકડેલી ગાયો છોડાવવા આવેલું ટોળું પોલીસ બોલાવતાં ભાગી ગયું

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33 ગાયો પકડી પરા ઢોર ડબ્બામાં મૂકવા જતાં પશુમાલિકો ભેગા થઇ ગયા

મહેસાણા શહેરમાં ગુરુવારે રાત્રે નાગલપુર વિકાસનગર, વિસનગર લીંક રોડ, મોઢેરા રોડ ઉપરથી રખડતી 33 ગાયો નગરપાલિકા એજન્સીની ટીમે પકડી પરાના ઢોર ડબ્બામાં મૂકી હતી. જોકે, આ દરમ્યાન રાત્રે અઢી વાગે પરા ઢોર ડબ્બા આગળ કેટલાક શખ્સો દેકારો કરી કરીને ગાયોને ડબ્બામાં જતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી નગરપાલિકાના કર્મીએ ફોન કરી પોલીસને બોલાવતાં ટોળું ભાગી ગયું હતું. રખડતી ગાયો અને આખલાની રંજાડથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ રખાઇ છે.

ગુરુવારે રાત્રે અલગ અલગ ચાર વિસ્તારમાંથી રખડતી ગાયો પકડી પરા ઢોર ડબ્બામાં લઇ જવાઇ હતી. આ ગાયોને ડબ્બામાં પૂરતી વખતે અંધારામાં કેટલાક માણસો ડચકારા કરી ગાયોને અંદર જતાં અટકાવાનો પ્રયાસ કરાયો હતો. જેને પગલે પાલિકાના કર્મીએ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતાં પોલીસ દોડી આવતાં ઢોર છોડાવવાનો પ્રયાસ કરતું ટોળું જતું રહ્યું હોવાનું સેનેટરી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...