વિવાદ:મહેસાણામાં કોર્પોરેટરે પીધેલી હાલતમાં પિત્ઝાની ડિલીવરી કરનારને માર માર્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિલીવરીમેનનું બાઈક કોર્પોરેટરની કારને સહેજ અથડાતાં બબાલ

મહેસાણા શહેરના મોઢેરા રોડ ઉપર એક સોસાયટીમાં રાધનપુર રોડ ઉપર પિત્ઝાના ડિલીવરી મેનને કોર્પોરેટરે પીધેલી હાલતમાં ઢોર માર મારતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. બુધવારે મોડી સાંજે બનેલી ઘટના બાદ ડિલીવરીમેન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે, પિત્ઝાની એજન્સી ધરાવનાર પણ ભાજપના નેતા હોવાથી બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં ડિલીવરીમેને ફરિયાદ કરવાનુ ટાળતાં મામલો થાળે પડ્યો હતો. ઘટના બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી બી ડિવિઝન પીઆઈ બી.એમ. પટેલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

મોઢેરા રોડ ઉપરના એક વોર્ડના કોર્પોરેટરની સોસાયટીમાં પિત્ઝાની ડિલીવરી કરવા ગયેલા ડિલીવરી મેનનું બાઈક કોર્પોરેટરની કારને અડી ગયું હતું. બોલાચાલી બાદ ડિલીવરીમેનને ગડદાપાટુનો માર મારતાં એજન્સીના માલિકને જાણ કરી હતી. તેથી એજન્સીના માલિકે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. બીજી તરફ, કોર્પોરેટર પીધેલી હાલતમાં હોવાથી મામલો વધારે ખરડાયો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે તે પહેલાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

બીજી તરફ, વાયબ્રન્ટ હોસ્પિટલના બીજા માળે 204 નંબરના રૂમમાં સારવાર હેઠળ ડિલીવરીમેન શુભમ ઠાકોરનો સંપર્ક કરતાં પિત્ઝાની એજન્સીના માલિકે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.એમ.પટેલને પૂછતાં રાત્રે કોઈ બબાલ થઈ હતી. પરંતુ, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી ફરિયાદ કરી નહી હોવાથી વધુ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...