તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • In Mehsana, 80 Per Cent Of The Lorries Of Vegetables Appeared Without Masks, 20 Per Cent Were Like Mufflers Around Their Necks, Position, Power Or Money, No One's Relatives

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર રિયાલિટી ચૅક:મહેસાણામાં 80 ટકા શાકભાજીની લારીવાળા માસ્ક વિના દેખાયા,20 ટકાના ગળામાં મફલરની જેમ હતા, હોદ્દો, પાવર કે પૈસા કોઇનો નહીં સગો કોરોના, માસ્ક નહીં પહેરી કોરોના ફેલાવતા સમાજના દુશ્મનો

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તોરણવાળી ચોક - Divya Bhaskar
તોરણવાળી ચોક

કોરોનાના વધતા સંક્રમણમાં હાલ માસ્ક જ એક વેક્સીન છે. આમ છતાં મહેસાણા શહેરમાં હજુ લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે. શુક્રવારે સાંજના 5 વાગે મહેસાણા શહેરના મુખ્ય શાકભાજી બજારો તોરણવાળી, જીઇબી, તાલુકા પંચાયતની ગલી, આશ્રય હોટલ પાસે અને મોઢેરા રોડ પર ચેક કરતાં 80 ટકા લારીઓવાળાએ માસ્ક પહેરલા ન હતા. જેમને પહેરેલા હતા તે 20 ટકાએ માસ્ક ગળામાં મફલરની જેમ લટકાવી રાખેલા હતા.

મોઢરા રોડ
મોઢરા રોડ

જ્યાં સૌથી વધુ લારીવાળાઓને દંડ થાય તે શહેરના તોરણવાળી ચોકમાં શાક વેચનાર અને શાક ખરીદનારાઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જોકે, અહીં માસ્ક પહેરીને આમળા વેચતા યુવાને કહ્યું કે, અમારાથી કોરોના ફેલાવાનો ડર છે, પરંતુ શાક ખરીદનાર કોરોનાના દર્દીથી અમને ચેપ લાગી શકે છે. માટે હું કાયમ માસ્ક પહેરું છું અને બધાને માસ્ક પહેરવા કહું છું.

જનતા સુપર માર્કેટ સામે
જનતા સુપર માર્કેટ સામે

મોઢેરા રોડ પર ઉભી રહેતી 207 જેટલી શાકભાજીની લારીઓ પર શાક ખરીદનારા માસ્કમાં જોવા મળ્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. 90 ટકા શાકવાળા માસ્ક વિનાના કે પછી માસ્ક ગળે લટકાવીને ઉભેલા હતા. માસ્ક બાબતે પૂછ્યું તો કિરણ દેવીપૂજકે કહ્યું કે,શાકભાજી માટે બૂમો પાડવી પડતી હોઇ માસ્ક પહેર્યું નથી, જ્યારે જગદીશે કહ્યું કે, ગ્રાહક ન હોય ત્યારે કાઢી નાખીએ અને આવે ત્યારે પહેરીએ છીએ.

જીઇબી કચેરી પાસે
જીઇબી કચેરી પાસે

જનતા સુપર માર્કેટની સામે પાથરણામાં શાક વેચનાર અને ખરીદનાર પણ માસ્ક વિના જોવા મળ્યા. માસ્ક બાબતે તેમની એક જ વાત હતી કે ફાવતો નથી.. કાન દુ:ખે છે.

આશ્રય હોટલ સામે
આશ્રય હોટલ સામે

જીઇબી કચેરી પાસે ભરાતા શાકમાર્કેટમાં શાક વેચતી મહિલાએ માસ્ક પહેર્યું હતું, પરંતુ ગળામાં અને જ્યારે પૂછ્યું કે, માસ્ક કેમ ગળામાં તો કહ્યું, શ્વાસ નથી લેવાતો., આશ્રય હોટલની સામે શાકભાજીના માર્કેટમાંં 50 ટકા લારીવાળા માસ્કમાં હતા. માસ્ક વિના શાક વેચતાં લીલાબાને પૂછ્યું તો કહ્યું,પાણી પીવા કાઢ્યું હતું તેમ કહી દુપટ્ટો ચહેરા પર વીંટી દીધો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો