મહેસાણા ખાતે જન્મજાત ખામી ધરાવતા બાળક દિવસ(વર્લ્ડ બર્થ ડે ડિફેક્ટિવ ડે)ની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લામાં જન્મજાત ખામી ધરાવતા બાળકો પૈકી 8 બાળકોની આર.બી.એસ.કે.પ્રોગ્રામ હેઠળ વિવિધ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.આ બાળકોને મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગિફ્ટ આપી ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ઝીરોથી 18 વર્ષના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.ફોર (ડી) પ્રમાણે જેમાં પહેલો ડી છે, જન્મજાત ખોડ ખાપણનો જેને રોકીને આપણે બાળ મૃત્યુદર ઘટાડી શકીએ છીએ.3 માર્ચએ વર્લ્ડ બર્થ ડે ડિફેક્ટ ડે તરીકે ઉજવાય છે,એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઠ લાભાર્થીઓ જુદી જુદી જન્મજાત ખામીથી આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત સાજા થયેલા,જેમકે જન્મજાત બધીરતા,જન્મજાત હૃદય રોગ,ડાઉન સિન્ડ્રમ,ક્લબ ફુટ ક્લેપ લિપ અને થાપાના હાડકાની ખામીની સારવાર પામેલા બાળકોને જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ દ્વારા ગિફ્ટ આપી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતુ તો અન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા આહવાન કરવામાં આવ્યુ હતુ.
મહેસાણામાં 36 આરબીએસકે ટીમ કાર્યરત છે,જેમાં એક આયુષ મેડિકલ ઓફિસર મેલ, એક ફિમેલ આયુષ મેડિકલ ઓફિસર, એક એફ.એસ.ડબલ્યુ અને એક ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે.ત્રીજી માર્ચ વર્લ્ડ બર્થ ડે ડિફેક્ટ ડે ની ઉજવણી મહેસાણા આર.બી.એસ.કે. ટીમે આ બાળકો વચ્ચે રહીને ઉજવવાનું આયોજન કર્યું હતું.જેમાં લાભાર્થીને ગિફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 સુદી જિલ્લામાં નોંધાયેલ બર્થ ડિફેક્ટિવ બાળકોની સંખ્યા
કુલ આ વર્ષે 584 બાળકો જન્મજાત ખામી સાથે આરબીએસકે ટીમે શોધી કાઢ્યા છે જેમાંથી 441 બાળકો હાલ સારવાર ઉપર છે અને 86 બાળકોને સા જા કરી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.