તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મહેસાણામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 75 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 461 ને પાર

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં આજે 36 દર્દીઓ ડીસ્ચાર્જ થયા

મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 75 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 461 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહેસાણા શહેરમાં 24, વિસનગર માં 12, કડી માં 3, ઊંઝા 1, વિજાપુર 2, વડનગર 3, ખેરાલુ 1, પંચોટ,1 ગઢ 1, રામોસના 7, ડેડીયાસણ 1, ધાધુસન 1, દેવરાસન 1, ગણેશપુરા,1, ઉમતા,1,કડા 1, ઘુમાસન 1, થોળ 1, કડી કસ્બા 1, નાની કડી 1, ઉપેરા 1, કરલી 1, પામોલ 1, ગુંછડી 1, દેવપુરા 1, ફલૂ 1, રાનાસન 1, ત્રાસવાડ 1, સગથડા 1, બેચરાજી 1 કેસ નોંધાયો છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 36 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે

જિલ્લામાં આજ દિન સુધી માં 57958 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 54200 સેમ્પલ નેગેટિવ આવ્યા છે તેમજ આજે 933 સેમ્પલ ના રિજલ્ટ આવ્યા છે જેમાં 884 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 49 સેમ્પલ પોઝીટીવ આવ્યા છે અને અન્ય લેબ માં 26 પોઝીટીવ કેસ નોંધાયા છે આમ જિલ્લામાં આજે 75 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો