તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિપાંખિયો જંગ:મહેસાણા તા.પં.માં 5 ફોર્મ પરત ખેંચાયા 32 બેઠક ઉપર હવે 83 ઉમેદવારોનો જંગ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોરાદ અને લાખવડ સીટમાં અપક્ષના ઉમેદવારે અને જગુદણ સીટમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું
  • ભાજપ-કોંગ્રેસ ઉપરાંત 8 સીટ પર આપ સાથે ત્રિપાંખિયો જંગ

મહેસાણા તાલુકા પંચાયતની 32 સીટની ચૂ઼ટણીમાં સોમવારે 5 ઉમેદવારોએ ચૂ઼ટણીમાંથી ફોર્મ પરત ખેંચી લીધાના અંતે હરીફ ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયુ હતું. જેમાં તાલુકાની 32 સીટમાં હવે 83 ઉમેદવારો માટે આગામી તા. 28મીએ ચૂ઼ંટણીમાં મતદાન યોજાશે.તમામ 32 સીટ પર ભાજપ અને કોંગ્રેસની ટક્કર વચ્ચે 9 સીટ પર આમ આદમી પાર્ટી હોઇ આ સીટો પર ત્રિપાંખીયો જંગ જામી શકે છે.આ ઉપરાંત અન્ય, અપક્ષ 11 ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે.

મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં માન્ય 88 ઉમેદવારોમાંથી સોમવારે પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાં ગોરાદ સીટ પરથી અપક્ષ ઉમેદવાર સંજય રાવળ, લાખવડ સીટમાં અપક્ષ ઉમેદવાર સુમનબેન મેહુલજી ઠાકોર, જગુદણ સીટમાંથી આમ આદમી પાર્ટીના રમેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ તેમજ ગઠા સીટમાંથી બહુજન સમાજ પાર્ટીના મધુબેન કાળુભાઇ સેનમા અને આમ આદમી પાર્ટીના સોનલબેન બાબુભાઇ સેનમાએ ચૂ઼ટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. હવે તાલુકા પંચાયતની 32 સીટના 83 ઉમેદવારોને ચૂ઼ંટણી ચિન્હ ફાળવાઇ જતાં મતો માટે ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો